IPL-2024: ગઈકાલે કોણે રોકી હતી MI VS GTની મેચ? વીડિયો થયો વાઈરલ…
સોશિયલ મીડિયા પર યૂઝર્સે ગ્રાઉન્ડ સ્ટાફની ઉડાવી હાંસી
અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2024)ની ગુજરાત ટાઈટન્સ (GT) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચેની મેચ સૌથી વધુ રસપ્રદ રહી હતી. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં શુભમન ગિલની કેપ્ટનશિપ હેઠળની ગુજરાત ટાઈટન્સ છ રનથી વિજયી રહ્યું હતું, પરંતુ મેચ વખતે એક ચોંકાવનારી ઘટના ઘટી હતી, જેના કારણે ગ્રાઉન્ડ સ્ટાફથી લઈને પ્રશાસનને શરમમાં મૂકાવું પડ્યું હતું.
મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચ વખત પહેલી ઈનિંગમાં અચાનક મેદાનમાં ડોગી ઘૂસી આવ્યું હતું અને જેને કારણે મેચને રોકવાની નોબત આવી હતી, જ્યારે તેની ટીકા પણ થઈ હતી.
આપણ વાંચો: IPL-2024: MIના Ex અને Current Captain Rohit Sharma And Hardik Pandya આવ્યા આમને સામને અને…
મેદાનમાં દોડતા શ્વાનને જોઈને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન વ્યથિત જણાયો હતો. સોશિયલ મીડિયા પર પણ અનેક વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, જ્યારે એક સીનમાં તો હાર્દિક પંડ્યા મજાકિયા અંદાજમાં બોલાવતો હતો, જ્યારે રોહિત પણ એને ભગાવતો જોવા મળ્યો હતો.
આમ છતાં આ ડોગીને કારણે સોશિયલ મીડિયા પર લોકોએ પ્રશાસનની હાંસી ઉડાવી હતી. એ વખતે ગ્રાઉન્ડ સ્ટાફ મેદાનમાં દોડીને ડોગીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાત ટાઈટન્સની ઈનિંગમાં પંદરમી ઓવરમાં આ બનાવ બન્યો હતો. એ વખતે સાઈ સુદર્શન અને ડેવિડ મિલર બેટિંગમાં હતા, જ્યારે હાર્દિક પંડ્યા બોલિંગમાં હતો.
આ ઉપરાંત, મેચમાં એક વીડિયો પણ જોરદાર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈની ટીમના પૂર્વ સુકાની રોહિત શર્માને ફિલ્ડિંગ માટે મેદાનમાં દોડાવે છે, જ્યારે રોહિતને દોડાવ્યા પછી લોકોએ તેની પણ નોંધ લઈને હાર્દિક પંડ્યાની જોરદાર ટીકા કરી હતી. વાઈરલ વીડિયોમાં પંડ્યા ફિલ્ડિંગ વખતે રોહિતને પાછળ જવા કહે છે.
હિત કન્ફ્યુઝ થઈને પૂછે છે હું જાઉં. એના પછી દોડીને પાછળ જાય છે. એ જ વખતે કોમેન્ટ્રી બોક્સમાંથી કોમેન્ટ્રેટર પણ કહે છે કે રોહિત હવે હાર્દિક કેપ્ટન છે, તારે પાછળ જવું પડશે.