સેલિબ્રિટીનું સુપર્બ હોલી સેલિબ્રેશન…
આજે આખા દેશમાં ધામધૂમથી હોળીનો તહેવાર ઊજવાઈ રહ્યો છે ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ટીવી ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ પણ આ રંગોત્સવની ધામધૂમથી ઊજવણી કરી રહ્યા છે. આખું સોશિયલ મીડિયા સેલેબ્સના હોલી સેલિબ્રેશનથી ભરાઈ ગયું છે.
સ્ટાર્સના હોળી રમતા ફોટો અને સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યા છે. કોઈ પોતાના પાર્ટનરને પ્રેમથી રંગોમાં રંગતા જોવા મળ્યા તો કોઈ દિલ તો બચ્ચા હૈ જીના ન્યાયે બાળકો સાથે પિચકારીથી હોળી મનાવતું જોવા મળ્યં. ફેન્સને પણ પોતાના ફેવરેટ સેલેબ્સનું આ સ્પેશિયલ સેલિબ્રેશન ખૂબ જ પસંદ આવી રહ્યું છે.
આવો જોઈએ સેલેબ્સને સેલિબ્રેશનના વાઈરલ વીડિયોઝ…
બોલીવૂડ એક્ટ્રેસ અખિયોં સે ગોલી મારે ગર્લ એટલે કે રવિના ટંડન પોતાની દીકરી રાશા સાથે હોળી સેલિબ્રેટ કરતી જોવા મળી હતી. આ સમયે બંને જણ એટલી બધી કલરફૂલ દેખાઈ રહી હતી કે તેમને ઓળખવાનું પણ મુશ્કેલ બન્યું હતું. ફેન્સને મા-દીકરીનો આ હોલી લૂક ખૂબ જ પસંદ આવ્યો હતો.
ટાઈગર શ્રોફની એક્સ ગર્લફ્રેન્ડ દિશા પટણી પણ ટૂંક સમયમાં જ અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ બડે મિયાં છોટે મિયાંમાં જોવા મળશે. દિશાએ પણ સેલેબ્સ સાથે હોળી સેલિબ્રેટ કરી હતી અને ત્રણે જણ એક સાતે હોળીના રંગોમાં મસ્તી કરતાં જોવા મળી રહ્યા છે.
શિલ્પા શેટ્ટીનું હોળી સેલિબ્રેશન પણ એકદમ ખાસ હતું. એક્ટ્રેસે પોતાના દીકરા સાથે ઘરે જ હોળી મનાવી હતી. ફૂલ, રંગ, પાણી અને બલૂન્સ સાથે એક્ટ્રેસ બાળકો સાથે મસ્તી કરતાં જોવા મળી હતી.
સોહા અલી ખાન પર હોળીનો ખૂમાર છવાયેલો હતો. બાળકો અને પતિ પર પાણી નાખીને સોહા અલી ખાન હોળી મનાવતી જોવા મળી હતી. એક્ટ્રેસનો આ અનોખો અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
બિગ બોસ-17માં જોવા મળેલું મોસ્ટ ફેમસ કપલ અંકિતા લોખંડે અને વિક્કી જૈને પણ હોળીનું સ્પેશિયલ સેલિબ્રેશન કર્યું હતું. એકબીજાના ગાલ પર પીળો રંગ લગાવતું આ કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.