મનોરંજન

બોલો, ટાઈગર શ્રોફ સાથે અક્ષય કુમારે આવી રીતે રમી હોળી, જુઓ વીડિયો

મુંબઈ: બૉલીવૂડનો ખિલાડી અક્ષય કુમાર અનેક મસ્તીના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતો હોય છે. આજે હોળીના તહેવાર પર પણ અક્ષય કુમારે એક મસ્ત મજાનો વીડિયો શેર કર્યો છે જેને જોઈને તમને પણ મજા પડી જશે. ટાઈગર શ્રોફ સાથેની ‘બડે મિયાં છોટે મિયાં’ નામની ફિલ્મના પ્રમોશનના અક્ષય કુમાર વ્યસ્ત છે. આ ફિલ્મના પ્રમોશનને લઈને જ અક્ષયે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હોળી રમવાનો એક વીડિયો શેર કર્યો હતો.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અક્ષય કુમાર પોતાના હાથ પાછળ રાખીને એક ગેટની નજીક આવે છે, તે દરમિયાન ગેટની પાછળ છુપાયેલો ટાઈગર શ્રોફ અક્ષય પર કલરવાળું પાણી નાખવાનો પ્રયત્ન કરે છે, પણ અક્ષય કુમાર ગુસ્સામાં આવીને તેના હાથમાં રહેલું નારિયળ ટાઈગરને ફેંકીને મારવાનો ઈશારો કરે છે જેથી ટાઈગર શ્રોફ ગભરાઈને તેના હાથમાં રહેલી કલરવાળા પાણીની બાલટી પોતાના જ માથા પર ઊંધી કરી દેય છે. આ મજેદાર વીડિયોને શેર કરીને અક્ષયે ‘બુરા ના માનો હોળી હે, તેમને બધાને હેપી હોળી’ એવું કેપ્શન આપ્યું હતું.

અક્ષય કુમારે ટાઈગર શ્રોફ સાથે હોળી રમવાનો મનોરંજક વીડિયો લોકોને ખૂબ જ ગમ્યો છે. આ વીડિયો પર ચાહકોએ અક્ષય અને ટાઈગરને હોળીની શુભેચ્છાઓ આપતી કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

આપણ વાંચો: અક્ષય અને ટાઈગર ને જોવા ઉમટેલા ચાહકો પર લાઠીચાર્જ, લોકોએ જૂતાં-ચપ્પલ ફેંક્યા, જુઓ વિડીયો

ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર દ્વારા ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ 10 એપ્રિલે રીલીઝ થવાની છે. આ ફિલ્મ વડે ટાઈગર શ્રોફ અને અક્ષય કુમારની જોડી પહેલી વખત જ એક સાથે જોવા મળવાની છે અને ફિલ્મના પ્રમોશન માટે ટાઈગર અને અક્ષયની જોડી અનેક ઈવેન્ટસ અને પાર્ટીમાં પણ જોવા મળી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button