નેશનલ

કૉંગ્રેસના વધુ એક સાંસદનો ભાજપમાં પ્રવેશ, સોશિયલ મીડિયા પર આપ્યું રાજીનામું

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી પહેલા વિરોધી પક્ષ કૉંગ્રેસ પાર્ટીમાંથી સાંસદો અને નેતાઓના રાજીનામાનો દોર ચાલુ જ રહ્યો છે. એવામાં કુરુક્ષેત્રના પૂર્વ સાંસદ નવીન જિંદલે કૉંગ્રેસમાંથી રાજીનામું આપતા તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા છે.

હરિયાણાના કુરુક્ષેત્ર સીટથી કૉંગ્રેસના સાંસદ નવીન જિંદાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. નવીન જિંદાલે X પર પોસ્ટ કરીને કૉંગ્રેસ સાથે પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનો આભાર પણ માન્યો હતો. નવીન જિંદlલ ભાજપમાં સામેલ થશે એવી ચર્ચા છેલ્લા અનેક સમયથી ચાલી રહી હતી અને હવે જિંદાલના રાજીનામાં બાદ તેઓ ભાજપમાં સામેલ થયા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલા પોસ્ટમાં નવીન જિંદલે લખ્યું હતું કે ‘મે 10 વર્ષ સુધી કૉંગ્રેસ પાર્ટીના કુરુક્ષેત્રના સાંસદના રૂપમાં સંસદમાં પ્રતિનિધિત્વ કર્યું. હું કૉંગ્રેસ નેતૃત્વ અને પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનો અભાવ વ્યક્ત કરું છું. આજે હું કૉંગ્રેસ પાર્ટીમાંથી સભ્ય પદથી રાજીનામું આપું છું.

નવિન જિંદાલના રાજીનામાં બાદ આ ક્ષેત્રમાં કૉંગ્રેસ પાર્ટી પર મોટું જોખમ ઊભું થયું છે તો જિંદાલ રાજીનામાં બાદ કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડતા ભાજપનો પક્ષ વધુ મજબૂત બન્યો છે. દેશમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી છે અને સાત તબક્કામાં ચૂંટણી યોજવાની છે. હરિયાણાની 10 સીટ પર 25 મે 2024ના રોજ ચૂંટણી યોજવાની છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button