મનોરંજન

શેફાલી જરીવાલા શા માટે એકલી ગઈ સોલો ટ્રિપ પર, શું આપ્યું કારણ?

મુંબઈ: ‘કાંટા લગા’ અને ‘બિગ બૉસ 13’ ફેમ અભિનેત્રી શેફાલી જરીવાલા પોતાના કામ કરતાં વધુ પોતાની પર્સનલ લાઈફને લીધે ચર્ચામાં રહે છે. અનેક ફિલ્મો અને ટીવી સિરિયલમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી શેફાલી પોતાના પતિ પરાગ ત્યાગીને લીધા વગર જ સોલો ટ્રિપ પર નીકળી જતાં ફરી ચર્ચામાં આવી છે. પોતાની આ સોલો ટ્રિપ બાબતે શેફાલીએ કહ્યું હતું કે મેં સોલો ટ્રીપનું પ્લાનિંગ કરીને અને બ્રેક લઈને પોતાના ઘરથી નીકળી પડી હતી.

2014માં શેફાલી જરીવાલાએ પરાગ ત્યાગી સાથે લગ્ન કરી લીધા હતા. શેફાલી હવે એક સોલો ટ્રિપ પર જતાં તેણે આ બાબતે કહ્યું હતું કે હું છેલ્લા અનેક સમયથી સખત કામ કરી રહું છું જેથી મેં એક બ્રેક લેવાનું નક્કી કર્યું છે. થાઈલેન્ડમાં આવેલું બાલી શહેર વેલનેસ, રીટ્રીટ, યોગા, મેડિટેશન અને હેલ્ધી ખોરાક માટે જાણીતું છે અને મને સમુદ્ર પણ ખૂબ જ પસંદ છે. બાલીમાં અનેક બ્યુટીફુલ બીચ આવેલા છે જેથી તે પોતા માટે એક બ્રેક લેવા માટેની સૌથી સારી જગ્યા છે.

‘શૈતાની રસ્મે’ નામના ટીવી શોમાં જોવા મળતી શેફારી જરીવાલા અનેક મહિનાથી ટીવી શોઇના શૂટિંગમાં વ્યસ્ત છે અને તેના પિતાની સંભાળ લેવાની સાથે અનેક સ્ટેજ પર્ફોર્મન્સ પણ કરી રહી છે. આ બધાને લીધે તે વારંવાર બીમાર પડે છે જેથી તેને એક બ્રેક જોઈએ છે, એવું શેફાલીએ કહ્યું હતું. તેણે કહ્યું હતું કે આ તેની પહેલી સોલો ટ્રિપ નથી. આ પહેલા પણ તેણે અનેક વખત સોલો મજા માણી છે.

શેફાલી 2019થી તે સોલો ટ્રિપ પર જાય છે. તેના પહેલા સોલો ટ્રીપ બાબતે જણાવતા શેફાલીએ કહ્યું હતું કે તે પહેલો એક્સપિરિયન્સ મારી માટે ખૂબ જ ભયથી ભરેલો હતો. તેણે ચાર અઠવાડિયા સુધી સાઉથ ઈટલીથી આમાલ્ફિ કોસ્ટની મુસાફરી કરી હતી. તેણે આ ટ્રિપ પર પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કર્યો હતો, એવું શેફાલીએ કહ્યું હતું.

શેફાલીએ આગળ કહ્યું હતું કે તેને નવા લોકોને મળીને નવી બાબતો શીખવી ગમે છે. આવું કરવાથી તેને જીવનમાં એક નવો ઉત્સાહ મળે છે અને ઘરમાં લાઈફ કેટલી લિમિટેડ બની જાય છે જેથી સોલો ટ્રીપ પર જવાથી દરેક નેગેટિવ વિચારો પોઝિટિવ વિચારોમાં ફેરવાઇ જાય છે અને આવું વારંવાર કરવું જોઈએ. શેફાલીએ કહ્યું કે તેણે અત્યારસુધી પાંચ સોલો ટ્રીપ કરી છે અને તેને એકલું ફરવું પણ ગમે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button