મનોરંજન

51 વર્ષે હોલીવુડની અભિનેત્રી બીજી વખત બની માતા, સોશિયલ મીડિયા પર આપી ખુશખબર

હોલીવુડની જાણીતી અભિનેત્રી કેમરોન ડિયાઝ ફરી એક વાર માતા બની છે, જ્યારે તેને સત્તાવાર સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. આખા ઘરમાં ખુશીઓની લહેર પસરાઈ ગઈ હતી. સમગ્ર પરિવાર ઉજવણી કરી રહ્યો છે. ‘ચાર્લીસ એન્જલ’ અને ‘ધ માસ્ક’ ફિલ્મથી ફેમસ થયેલી અભિનેત્રી કેમરોને 51 વર્ષની ઉંમરે બીજી વખત બાળકને જન્મ આપ્યો છે અને તેણે સોશિયલ મીડિયા પર ચાહકોને આ ખુશખબર જણાવી અને તેના પુત્રનું નામ પણ જાહેર કર્યું હતું.

કેમેરોન ડિયાઝે ઈન્સ્ટાગ્રામ પર એક ડ્રોઈંગનો ફોટો શેર કર્યો હતો જેના પર લખ્યું હતું કે ‘અ લિટલ બર્ડ વિસ્પર્ડ ટુ મી’ તે પછી કેપ્શનમાં લખે છે, કે ‘અમારા ઘરે પુત્રનો જન્મ થયો છે, કાર્ડિનલ મેડનના જન્મથી મારા પતિ પોતાની જાતને ખુશનસીબ માને છે. અમારા પરિવાર તરફથી તમને બધાને ખૂબ ખૂબ પ્રેમ. સૌને શુભકામનાઓ.

બાળકોની સુરક્ષા માટે અમે કોઈપણ ફોટા પોસ્ટ કરીશું નહીં. આ સાથે અભિનેત્રીએ કહ્યું હતું કે તેનું નવજાત બાળક ખરેખર ખૂબ જ ક્યૂટ છે અને કેમરોન અને તેના પતિ બેનજી મેડન પોતાને ભાગ્યશાળી માની રહ્યા છે. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે કૈમરુને પહેલા મેટ ડિલોન ટેડ કરતો હતો, ત્યાર પછી જેરેડ લીઓને ટેડ કરતો હતો, પરંતુ તેનો એ સંબંધ 2003માં સમાપ્ત થઈ ગયો ત્યાર બાદ તેને ગાયક જસ્ટિન ટિમ્બરલેક સાથે 2007 સુધી અફેર હતું.

આ પછી એલેક્સ રોડ્રિગ્ઝને ડેટ કર્યા પછી તેણે 2015 માં સંગીતકાર બેનજી મેડન સાથે લગ્ન કર્યા. 2019માં દીકરીનો જન્મ થયો હતો. કેમરુનને પહેલી દીકરી સરોગસીથી બાળકી જન્મી હતી, ત્યાર પછી 51 વર્ષે બીજા બાળકને જન્મ આપીને સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button