બળજબરીપૂર્વક રંગ લગાવવાનો વીડિયો વાઈરલ, ગુનો નોંધીને પોલીસે કરી કાર્યવાહી
સોશીયલ મીડિયા પર એક વિડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. જેમાં અમુક યુવાનો બાઈચાલક અને તેની સાથે સવાર બે મહિલાઓ પર બળજબીપૂર્વક રંગ નાખે છે. આ ઘટના ઉત્તરપ્રદેશની છે. બિજનૌરના ધામપુરમાં હોળીના નામે હંગામો મચાવવાનો અને મુસ્લિમ પરિવાર પર બળજબરીથી રંગ લગાવવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ એસપીએ આ મામલાની તપાસનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ પોલીસે ત્રણ સગીરસહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, બિજનૌરના ધામપુરનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કેટલાક યુવકો હોળીના નામે હંગામો મચાવતા જોવા મળે છે. બાઇક પર સવાર લોકો મુસ્લિમ પરિવાર પર બળજબરીથી રંગ લગાવી રહ્યા છે. મુસ્લિમ મહિલા પર કલર નાખવામાં આવ્યો ત્યારે મહિલાએ વિરોધ કર્યો, છતાં તોફાનીઓ એ તેના પર કલર નાખ્યો હતો.
આ વીડિયો સામે આવ્યા બાદ, વીડિયો અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે પરિવાર સાથે આવું તોફાન કરનારા ત્રણ સગીર છેડતી કરનારા સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. પીડિતાના પરિવારની ફરિયાદના આધારે બળજબરીથી કલર કરાવવા અને અભદ્રતાનો કેસ નોંધવામાં આવ્યો હતો.
આદેશ બાદ પોલીસે ત્રણ સગીર છેડતી કરનારા સહિત ચારની ધરપકડ કરી હતી. પોલીસે પીડિતાના પરિવારની પણ શોધ કરી છે, જે દિલશાદ ગામ જમાલપુરનો રહેવાસી છે. પરિવાર 23 માર્ચના રોજ દવા લેવા માટે ડૉક્ટર પાસે ગયો હતો, જ્યારે તેઓએ વિરોધ કર્યો ત્યારે આરોપીઓએ તેમના પર રંગ ફેંક્યો અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો. પોલીસે જણાવ્યું કે પીડિતાની ફરિયાદ પર આરોપીઓ વિરુદ્ધ કલમ 147, 341, 323, 504, 509 અને 354 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.