ઉત્સવ

ઔરંગઝેબની લાલચની જાળને દુર્ગાદાસે હિમ્મતભેર ફગાવી દીધી

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

(૩૭)
અને ગજબનાક કોઠાસુઝ ધરાવતા દૂરંદેશી વીર દુર્ગાદાસ રાઠોડ સાચા પડ્યા.

મહારાજા અજિતસિંહે અજમેર માટે રવાના થતા અગાઉ આગોતરી મંત્રણા કરવા મોકલેલા. મુકુંદદાસને તો સફી ખાનને મળતાવેંત ખબર પડી ગઈ કે મહારાજા અજિતસિંહ અને રાઠોડો સાથે ધોકાબાજી થઈ છે. મારતે ઘોડે પાછા વળીને મુકુંદદાસે સમજાવ્યા કે આગળ વધવામાં સાર નથી. સ્તબ્ધ થયેલા અજિતસિંહ પોતાના વિશ્ર્વાસુઓ સાથે સિરિયાત ગામે જઈ પહોેંચ્યા.

ઉતાવળમાં સમાધાનનો પ્રસ્તાવ સ્વીકારી લેવાના અવિચારી પગલાથી મહારાજાએ સિવાના ગુમાવવું પડ્યું. સાથોસાથ દુર્ગાદાસ રાઠોડની સલાહ ન માનીને એમને નારાજ કરવા પડ્યા. તેમણે સામેથી જઈને પોતાની ભૂલ સ્વીકારીને દુર્ગાદાસને રાઠોડોનું નેતૃત્વ સંભાળવાની અપીલ કરી. દુર્ગાદાસ કોઈક અલગ જ માટીના ઘડાયેલા હતા. તેમણે મહારાજાનું માનસન્માન કર્યું. આપેલા શબ્દો ચોર્યા વગર બોલ્યા કે આપ રાઠોડોના સર્વેસર્વા છો અને આપે એક- એક પગલું માત્ર કોઈના કહેવાથી નહિ પૂરેપૂરા વિચાર વિમર્શ બાદ ભરવું જોઈએ. આવું આખાબોલુંપણું કયા શાસકને ગમે? એમાંય અજિતસિંહ માટે તો આ બધું સાવ નવુંસવું હતું.

અજિતસિંહે કંઈ બોલ્યા જ વગર મનોમન તમતમી ગયા. તેમણે પાછા વળીને ઉદયસિંહ ચંપાવતને મહત્ત્વનો હોદ્દો આપી દીધો. કહો કે સરદાર કે પ્રધાન બનાવી દીધા.

ફરી મોગલોને પોતાની તાકાત બતાવવા માટે રાઠોડ યોદ્ધા શાહી થાણા અને ચોકી લૂંટવા નીકળી પડ્યા. પરંતુ આ વખતે ધારી સફળતા ન મળી કારણ? દુર્ગાદાસના માર્ગદર્શન, વ્યૂહ, જોશ અને નેતૃત્વનો અભાવ. અજિતસિંહને આ સમજ આવતા વાર લાગી અને એની કિંમત ચુકવવી પડી.

આ બધા વચ્ચે ખુદ ઔરંગઝેબ નવો દાવ રમ્યો. મહારાજા અજિતસિંહને બદલે દુર્ગાદાસ રાઠોડને સંદેશો મોકલાવ્યો કે જો શાહજાદા મિરઝા મોહમ્મદ અકબરનાં બાળકોને મોકલાવી દો તો તમને અમે મનમાંગી મનસબ આપીશ, પરંતુ આવી ઓફર દુર્ગાદાસ સ્વીકારે ખરા? તેમણે સ્પષ્ટ નનૈયો ભણી દીધો.

હકીકતમાં ઔરંગઝેબ તો (દુર્ગાદાસને પોતાને પડખે લઈને મહારાજા અજિતસિંહને નબળા પાડવા માગતો હતો. સાથોસાથ પૌત્રપૌત્રી પોતાના કબજામાં લઈને શાહજાદાને ભીંસમાં લેવાનો મનસૂબો હતો પણ આમાં તસુભાર સફળતા ન મળી.

આ હકીકત જાણીને પ્રસન્ન થયેલ મહારાજા અજિતસિંહને પોતાની પાસે બોલાવી લીધા. દુર્ગાદાસે ફરી સૈન્ય એકઠું કર્યું. એમને બરાબરનો પાનો ચડાવ્યો. ફરી એક- એક પછી મોગલ ગામ લશ્કરી થાણા અને અન્ય ચોકીઓ પર રાઠોડો ત્રાટકવા માંડ્યા. કોઈ મોગલ ગામ કે સૈનિક સલામત નહોતો. નહોતું મોગલ સેનાનું કંઈ ઉપજતું કે નહોતી ઔરંગઝેબને સફળતા મળતી. એનું સૈન્ય સતત ફફડાટ વચ્ચે જીવતું હતું.

આ દરમિયાન મહારાજા અજિતસિંહને પ્રાંતમાં સ્વીકૃતિ મળી રહી હતી. બે રજવાડાએ તેમને જમાઈ પણ બનાવ્યા. સ્વાભાવિક છે કે આનાથી અજિતસિંહના વિશ્ર્વાસ અને દમામમાં વધારો થયો હોય.
બીજી તરફ ઔરંગઝેબ સતત માથા પછાડતો હતો પણ રાઠોડો નહોતા નમતા કે નહોતા સમજતા.

બળવાખોર શાહજાદા મિરઝા મોહમ્મદ અકબર પણ ઔરંગઝેબની આંખ સામેથી ખસતો નહોતો. એનો સંતાનોને જોવાની અને મળવાની આ દાદાની ઈચ્છા પણ તીવ્ર બનતી જતી છે. આ બધા પાછળ દુર્ગાદાસ રાઠોડે સિંહ ભૂમિકા ભજવી હોવાની જાણ હોવાં છતાં બાદશાહ કંઈ ન કહી શકવા માટે લાચાર હતો. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…