નેશનલ

કેજરીવાલની ધરપકડ છતાં સહાનુભૂતિની આશા ન રાખે આપના કાર્યકર્તા

(અમારા પ્રતિનિધિ તરફથી)
કોઈપણ પાર્ટીનો મુખ્ય નેતા જેલમાં જાય ત્યારે સહાનુભૂતિની લહેર જન્મે અને ચૂંટણીમાં તેનો રાજકીય લાભ મળે એવું બનતું નથી. આ પહેલાં પણ અનેક વખત રાજકીય ધરપકડ થઈ છે, પરંતુ હવે મતદાતાની વિચારશૈલી અત્યારે બદલાયેલી જોવા મળે છે. આવી રાજકીય ધરપકડ કરવા માટે કાયદાનો ઉપયોગ કરનારી એજન્સીઓ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરે છે.

જ્યારે કોઈ હાઈ પ્રોફાઈલ નેતાની ધરપકડ થાય ત્યારે મતદારોનું ધ્યાન તેના પર ખેંચાય એ સ્વાભાવિક જ છે. મીડિયામાં પણ આવા બનાવોને સારી રીતે પ્રકાશિત કરવામાં આવે છે. લિકર કૌભાંડમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડની કોઈ અસર લોકસભાની ચૂંટણી પર પડશે? એવો સવાલ અત્યારે થઈ રહ્યો છે.

ચૂંટણીની જાહેરાત થવાના ગણતરીના દિવસોમાં જ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. કેજરીવાલની ધરપકડ કરવા પહેલાં નવ વખત તેમણે ઈડીના સમન્સના જવાબ આપવાનું ટાળ્યું હતું. એવું બની શકે કે આવું ન થાય અને તે તેમની અને તેમી પાર્ટીને માટે સારું થઈ શકે છે, પરંતુ કેન્દ્રમાં શાસન કરનારી ભાજપ માટે સ્થિતિ ખરાબ દેખાઈ રહી છે.

આપણ વાંચો: અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ પત્ની થઈ ભાવુક, પતિએ જેલમાંથી મોકલેલા સંદેશને લોકો સુધી પહોંચાડ્યો

જેલ જવાના મર્યાદિત ફાયદા

છેલ્લા અનેક વર્ષોથી મીડિયાની અટકળો સાથે વિપક્ષનો આરોપ છે કે ઈડીનો ઉપયોગ ફક્ત ભાજપના રાજકીય વિરોધીઓને ટાર્ગેટ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આવામાં જ્યારે મતદાતા મતદાન કેન્દ્ર પર પહોંચશે ત્યારે તેના પર આ ધરપકડની કેટલી અસર રહેશે તે વિચારવાનો મુદ્દો છે.

જોકે, આ રીતે વિચારવા પહેલાં ભૂતકાળના કેટલાક દાખલા પર નજર નાખવી આવશ્યક છે, જેમાં થોડા કે પછી ઘણા લાંબા સમય માટે કારાવાસમાં નાખવામાં આવેલા રાજકીય નેતાઓને થોડી સહાનુભૂતિ મળી છે અને મતદાનની પેટર્ન પર અસર થઈ છે.

અહીં ઉલ્લેખનીય છે કે કેજરીવાલની ધરપકડ બાદ રાહુલ ગાંધીએ તેમના પરિવાર સાથે વાત કરી હતી. કૉંગ્રેસ અને આપ વચ્ચે દિલ્હી, ગુજરાત, ગોવા અને હરિયાણામાં સમજૂતી થઈ છે. કેજરીવાલની ધરપકડની ટીકા કરીને તેમણે ડરા હુઆ થાનાશહા, એક મરા હુઆ લોકતંત્ર બનાના ચાહતા હૈ એવું લખ્યું હતું.

આપણ વાંચો: કેજરીવાલની ધરપકડ, લોકો કોની વાત માનશે?

વાસ્તવમાં આ સમગ્ર પ્રકરણમાંથી વિપક્ષી ગઠબંધન માટે સહાનુભૂતિ એકઠી કરવાનો પ્રયાસ હોય એવું જણાઈ રહ્યું છે. અત્યારે એવી ટીકા થઈ રહી છે કે અત્યાર સુધી ચૂંટાયેલી સરકારને તોડીને નમાવીને ભાજપ પોતાની સાથે કરતી હતી, પરંતુ ચૂંટાયેલા મુખ્ય પ્રધાનને જેલમાં નાખીને નવી પરંપરા ચાલુ કરવામાં આવી છે. આ પગલું લોકશાહી વિરુદ્ધ હોવાનું વિપક્ષો ચિલ્લાઈ ચિલ્લાઈને કહી રહ્યા છે, જોકે તેનો રાજકીય લાભ કેટલો મળે છે તે જોવાનું રહ્યું.

સહાનુભૂતિની કોઈ ગેરેન્ટી નથી.

દેશના મોટા ભાગના રાજ્યોમાં મતદાતા ઘણો વધારે એકતરફી ઝોક ધરાવે છે. કોઈપણ રાજનેતાની ધરપકડ બાદ તેના હરીફ દળોમાં સમાન અને વિપરિત બંને પ્રકારની પ્રતિક્રિયા આવતી હોય છે. બંને તરફના પ્રતિબદ્ધ મતદાતા વોટને મજબૂત કરે છે. વધુમાં વધુ અનિર્ણિત અવસ્થામાં મતદારો સહાનુભૂતિ બાબતે વિચાર કરી શકે છે.

છેલ્લાં કેટલાક વર્ષોમાં અનેક મોટા રાજકીય નેતાઓને જેલમાં મોકલવામાં આવ્યા હતા, જેમાં જયલલિતા અને કરુણાનિધિ પણ સામેલ હતા, જોકે આ લોકોને રાજકીય લાભ મળ્યો કે નહીં તે સિદ્ધ કરવા માટે પૂરતા પુરાવા નથી. તેઓ સત્તામાં પાછા ફર્યા હતા, પરંતુ તેમના પુનરાગમનને દ્વિપક્ષી રાજકારણમાં સત્તા-વિરોધી લહેરના રૂપમાં જોવામાં આવી હતી.

કારાવાસમાં રહેવાને કારણે સહાનુભૂતિ તરીકે જોવામાં આવી નહોતી. આવી જ રીતે શિવકુમાર, બી. એસ. યેદીયુરપ્પા, ચિદંબરમ, લાલુ અને તૃણમુલના અનેક મોટા નેતાને જેલમાં મોકલવામાં આવ્યા હતા. યુપીએ કાળના કૌભાંડોમાં ડીએમકેના રાજા અને કનીમોઝીને પણ કારાવાસમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમના પછી થયેલા રાજકીય ફેરફારનું કારણ સહાનુભૂતિની લહેર નહોતી.

આપણ વાંચો: લીકર કેસઃ રિમાન્ડ મળ્યા પછી અરવિંદ કેજરીવાલે શું આપી પહેલી પ્રતિક્રિયા?

હાલમાં જ ટીડીપીના ચંદ્રાબાબુની આંધ્ર પ્રદેશમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ કરવામાં આવેલા સર્વેક્ષણમાં એવું જાણવા મળ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેમને થોડો ફાયદો સહાનુભૂતિની લહેરનો થઈ શકે છે.

ચોથી જૂને ખબર પડશે

લોકસભાની ચૂંટણીમાં જ્યાં નરેન્દ્ર મોદી મુખ્ય ચહેરો છે, ત્યાં કોઈ એવુું માનતું નથી કે રાજ્ય સ્તરના નેતાઓને જેલમાં નાખવાથી નિશ્ર્ચિત ફાયદો મળશે. વાસ્તવમાં તો આ કારાવાસનો ફાયદો કેટલો થશે તે તો ચોથી જૂને જ ખબર પડશે. મોદીને અત્યારે સ્વચ્છ અને ઈમાનદાર નેતા તરીકે જોવામાં આવી રહ્યા છે ત્યારે બીજા લોકોને જેલમાં મોકલવાના પગલાંને રાજકીય દ્વેષભાવના તરીકે જોવામાં ન આવે એવી શક્યતા છે. મોદીના મતદાતાઓ આને સ્વચ્છ કારભારના ભાગ તરીકે પણ જોઈ શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button