પ્રિયંકા ચોપ્રા બાદ હવે આ એક્ટ્રેસ પહોંચી અયોધ્યા, કર્યા રામ લલ્લાના દર્શન…
પ્રિયંકા ચોપ્રા પાછળ પાછળ હવે બોલીવૂડની બીજી એક એક્ટ્રેસ રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચી છે જેનાં ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ એક્ટ્રેસ બીજી કોઈ નહીં પણ ઉર્વશી રૌતેલા છે. ઉર્વશી શુક્રવારે અયોધ્યા ખાતે રામ લલ્લાના દર્શન કરવા પહોંચી છે અને એવું કહેવાઈ રહ્યું છે તે પોતાની આગામી ફિલ્મની રિલીઝ પહેલાં આશિર્વાદ લેવા માટે રામ લલ્લાના મંદિરે પહોંચી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉર્વશી રૌતેલા 22મી માર્ચના દિવસે અયોધ્યા રામ લલ્લાના દર્શન કરવા પહોંચી હતી અને આ સમયે એની સાથે ફિલ્મની આખી ટીમ જોવા મળી હતી. અયોધ્યા મુલાકાત વખતે ઉર્વશી રૌતેલાએ પીળી સાડી પહેરીને માથે પલ્લુ લઈને ગળામાં રામ નામનો દુપટ્ટો પહેરીને જોવા મળી હતી. પીળા કલરની સાડીમાં ઉર્વશી ખૂબ જ સુંદર લાગી રહી હતી.
ઉર્વશી રૌતેલા ટૂંક સમયમાં ફિલ્મ JNUમાં જોવા મળશે અને પાંચમી એપ્રિલ, 2024ના દિવસે થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું પોસ્ટર રિલીઝ થતાં જ તેના પર વિવાદ પણ થયો હતો.
ફિલ્મ JNU સિવાય ઉર્વશી રૌતેલા નંદરમુરી બાલાકૃષ્ણા, પ્રકાશ રાજ અને દુલકર સલમાનની NBK109માં પણ એક્ટિંગ કરતી જોવા મળશે. એવી ચર્ચા ચાલી રહી છે કે આ ફિલ્મ પણ આ જ વર્ષે રિલીઝ થવાની છે, પણ એની ડેટ હજી કન્ફર્મ નથી થઈ. અહીંયા તમારી જાણ માટે કે આ ફિલ્મ એક તેલુગુ ફિલ્મ છે.
ઉર્વશીની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો હાલમાં જ એક્ટ્રેસે પોલિટિક્સ જોઈન કરવાની વાત કરીને ચર્ચામાં આવી હતી. એટલું જ નહીં પણ તેણે ફેન્સ પાસેથી રાજકારણમાં જોડાવવું કે નહીં એ માટે સલાહ પણ લીધી હતી. જેના પર ફેન્સે અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી હતી. કેટલાક લોકોએ તેને એક્ટિંગ જ કરવાની સલાહ આપી હતી.