અભિનેતાઓ અને સેલેબ્રિટીઝ લાવશે મતદાન પ્રત્યે જન જાગૃતિ
ચૂંટણી પંચની અપીલ બાદ રેડિયો અને બીજા પ્રસાર માધ્યમ વડે કરશે લોકોને આવાહન
મુંબઈ: લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ભારતમાં મતદાનનું પ્રમાણ ઓછું જોવા મળે છે, જેથી આ વર્ષે 100 ટકા મતદાનનો લક્ષ્યાંક રાખીને ચૂંટણી પંચે મુંબઈમાં અભિનેતાઓ અને સેલેબ્રિટીઝને ચૂંટણી પ્રત્યે જનજાગૃતિ ફેલાવવા માટે પસંદ કર્યા છે. ચૂંટણી પંચ દ્વારા મુંબઈમાં અઢી હજાર જેટલા સેલેબ્રિટીઝને પત્ર મોકલીને લોકશાહીના આ તહેવારમાં સામેલ થવાનું આવાહન કરવામાં આવ્યું છે.
આચારસંહિતા લાગુ કર્યા બાદ મુંબઈની છ લોકસભા સીટ પર ચૂંટણી યોજવા માટે દરેક પ્રકારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સાથે ચૂંટણી પંચ દ્વારા મતદાનને વધારવા માટે અનેક પ્રકારના જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યા છે, જેમાં હવે અભિનેતા અને સેલેબ્રિટીઝને મતદાતાઓને જાગૃત ફેલાવવા માટે સિસ્ટીમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેકટ્રરોલ પાર્ટિસિપેશન (સ્વીપ) આ વિભાગ હેઠળ કામ કરવામાં આવી રહ્યું છે.
આપણ વાંચો: લોકસભા સીટ પર અભિનેતાઓને ઉતારી શિંદે જૂથની ઉદ્ધવ ઠાકરે સામે ફિલ્મી ટક્કર
મતદાતાઓમાં જાગૃત ફેલાવવા માટે અનેક સેલેબ્રિટીઝ તેનો પ્રચાર કરે તે માટે તેમને જણાવવામાં આવી રહ્યું છે. આ સેલેબ્રિટીઝને રેડિયો અથવા કોઈ પ્રસાર મધ્યમ વડે મતદાન જાગૃતિ અભિયાન કરવાની અપીલ કરવામાં આવી છે.
મુંબઈમાં બે જિલ્લામાં છ લોકસભા સીટ પર ચૂંટણીનું આયોજન કરવા માટે 1700 શાળા અને 400 જેટલી કૉલેજ મારફત વોલ પેન્ટિંગ, સોશિયલ મીડિયા પોસ્ટર અને મેસજ વડે લોકોના મતદાન પ્રત્યે આવાહન કરવા માટે સ્વીપ પ્રયત્ન કરી રહ્યું છે, એવું અધિકારીએ કહ્યું હતું.