રંગ લગા દે રે, મોહે અંગ લગા દે રે… હવે દિલ્હી મેટ્રોમાં હોળીના નામે અશ્લીલતા, વીડિયો જોઈ ભડક્યા લોકો
દિલ્હીઃ મેટ્રો લોકો માટે સરળ પરિવહનનું માધ્યમ છે, પણ દિલ્હી મેટ્રો જાણે નીચલી કક્ષાના મનોરંજનનું માધ્યમ બની ગયું હોય એમ અવાર-નવાર વીડિયો સામે આવતા હોય છે. કેટલાક સમયથી મેટ્રો પ્રશાસન પણ સતત ચેતવણી આપી રહ્યું છે, છતાં મેટ્રોમાં નાચવા-ગાવા, લડાઈ અને ઝગડા રોકાવાનું નામ નથી લઈ રહ્યા. કેટલાક દિવસોથી સામે આવતા વીડિયોમાં કોઈ મેટ્રોમાં અશ્લીલતા બતાવતા, કોઈ રીલ્સ બનાવતા તો કોઈ સીટને લઈ ઝગડો કરતા નજરે પડ્યા હતા. ત્યારે હોળીના એક દિવસ પહેલા સામે આવેલા વીડિયોથી પણ લોકો ભડકી રહ્યા છે. જેમાં બે છોકરીઓ હોળીના નામે ઈંસ્ટાગ્રામ રીલ માટે મેટ્રોમાં અશ્લીલતા બતાવી રહી છે.
આ વીડિયોમાં છોકરીઓ મેટ્રો ટ્રેનના ફ્લોર પર સફેદ સૂટ અને સાડી પહેરીને ખુબ જ અતરંગી રીતે રંગો સાથે રમી રહી છે. વીડિયોમાં રંગ લગા દે રે, મોહે અંગ લગા દે રે… ગીત સાંભળી શકાય છે. સાથે જ આ ગીતના તાલે બન્ને છોકરીઓ અશ્લીલ રીતે ના ફક્ત એકબીજાને રંગ લગાવે છે પણ એક બીજાના ખોળામાં સુઈ પણ જાય છે. પાછળ કોચમાં ઘણા લોકો સીટો પર બેસેલા પણ જોઈ શકાય છે. @અપ્પુઆરજે18 નામના ટ્વિટર હેલ્ડલ પરથી વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયો વાઈરલ થવા ઘણા બધા લોકો આના પર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું શું થઈ ગયું છે લોકોને? રીલ માટે કઈ પણ કરી રહ્યા છે. અન્ય એક યુઝરે લખ્યું દિલ્હી મેટ્રોને સખત દેખરેખની જરૂર છે.
દિલ્હી મેટ્રોમાં માત્ર અશ્લીલતા જ નહીં પણ લડાઈ-ઝઘડાના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે. ગત દિવસોમાં પણ એક વીડિયો વાઈરલ થયો હતો. આમા બે મહિલાઓ વચ્ચે સીટને લઈ બેસવા માટે બોલાચાલી થઈ હતી. બાદમાં એક મહિલા અન્ય બીજી મહિલા પર જોરથી અવાજ કરીને ચિલ્લાવા લાગી અને અપશબ્દો ઉચ્ચારવા લાગી. દરમિયાન આ મહિલાની વાત સાંભળીને અન્ય મહિલાને પણ ગુસ્સો આવી ગયો. તે કહે છે કે હું બૂટથી મારીશ. એના જવાબમાં મહિલાએ કહ્યું બૂટથી નહી, બેલ્ટથી મારો, ગોળી મારો. બૂટનો જમાનો નથી, ગોળીનો જમાનો છે, કયા જમાનામાં જીવે છે.