આમચી મુંબઈ

મુંબઈમાં મિયાવાકી ફોરેસ્ટની દયનીય સ્થિતિ, આરટીઆઈમાં થયો ચોંકાવનારો ખુલાસો

મુંબઈઃ એક બાજુ મુંબઈ પર્યાવરણની નબળી પરિસ્થિતિ સામે ઝઝુમી રહ્યું છે, ત્યા હાલમાં જ આવેલા વોચડોગ ફાઉન્ડેશનના ખુલાસામાં શહેરભરમાં મિયાવાકી વૃક્ષોના ટ્રાન્સપ્લાન્ટની નિષ્ફળતાની માહિતી પ્રકાશમાં આવી છે. ટ્રાન્સપ્લાન્ટેશન માટે કરવામાં આવેલા મુંબઈ વોર્ડના કાર્યોની સચ્ચાઈ સામે આવી છે, જેમાં 6043માંથી 4444 વૃક્ષો ટ્રાન્સપ્લાન્ટેશનની પ્રક્રિયામાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં નિષ્ફળ ગયા છે.

રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટ અંતર્ગત 24 બીએમસી વોર્ડથી વૃક્ષોની વિગતો સામે આવી છે, જેમાં વૃક્ષોનું એક મરણીયું દ્રશ્ય ઉભું થયું છે. ચોક્કસ રીતે મિયાવાકી પ્રક્રિયાને લઈને ચિંતા દર્શાવામાં આવી છે. મિયાવાકી એક જાપાનીસ મેથડ છે, જેની શોધ એક જાપાનીસ બોટાનિસ્ટ અકિરા મિયાવાકી દ્વારા કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં વૃક્ષોને તેના મૂળ સાથે જ ખસેડીને બીજી જગ્યાએ રોપણી કરવામાં આવી છે.


આ પણ વાંચો
: જિમ કોર્બેટમાં ગેરકાયદે વૃક્ષો કાપવાની મંજૂરી આપવા મુદ્દે પૂર્વ પ્રધાનની સુપ્રીમ કોર્ટે કાઢી ઝાટકણી

એ વોર્ડમાં કુલ 636 વૃક્ષોના ટ્રાન્સપ્લાન્ટ પછી 361 વૃક્ષો મૃત્યુ પામ્યા હતા. એ જ રીતે બી વોર્ડમાં 74 વક્ષોના ટ્રાન્સપ્લાન્ટ કર્યા બાદ 32 વૃક્ષો બચી શક્યા ના હતા. સી વોર્ડમાં 13 વૃક્ષોના ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 11 વૃક્ષો બચવામાં નિષ્ફળ રહ્યા હતા. જ્યારે ઈ વોર્ડમાં 636 ટ્રાન્સપ્લાન્ટેડ કરવામાં આવેલા વૃક્ષોમાંથી 418 વૃક્ષો મૃત્યુ પામ્યા હતા. એફ નોર્થ વોર્ડમાં 966 ટ્રાન્સપ્લાન્ટેડ વૃક્ષોમાંથી 879 વૃક્ષો મૃત્યુ પામ્યા હતા. એફ સાઉથ વોર્ડમાં 1139 ટ્રાન્સપ્લાન્ટેડ વૃક્ષોમાંથી 629 વૃક્ષો મૃત્યુ પામ્યા હતા. જી નોર્થ વોર્ડમાં 503 ટ્રાન્સપ્લાન્ટેડ વૃક્ષોમાંથી 390 વૃક્ષો મૃત્યુ પામ્યા હતા અને જી સાઉથ વોર્ડમાં 1691 ટ્રાન્સપ્લાન્ટેડ વૃક્ષોમાંથી 1305 વૃક્ષો મૃત્યુ પામ્યા છે. તમામ વોર્ડમાં 72.5 ટકા સરેરાશ મૃત્યુ દર સાથે આ આંકડાઓ ચિંતા ઉપજાવનારો છે.

એનજીઓના કાર્યકર્તા ગોડફ્રેય પિમેન્ટાએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, આ ડેટામાં ખુલાસો થયો છે કે, મિયાવાકી મેથડ હેથળ વાવવામાં આવેલા વૃક્ષો સર્વાઈવ કરવામાં નિષ્ફળ નિવડ્યા છે. અર્બન ફોરેસ્ટ તૈયાર કરવા માટે બીએમસીએ સ્થાનિક પરંપરાગત વૃક્ષોને પ્રાથમિકતા આપવી જોઈએ. બાંધકામ અને પ્રદુષણ જેવા પડકારોનો સામનો કરવા માટે શહેરભરમાં વધુ પડતા વૃક્ષો વાવવાની જરૂર છે. બીએમસી ગાર્ડન ડિપાર્ટમેન્ટના સુપ્રિટેન્ડન્ટ જીતેન્દ્ર પરદેશી જણાવે છે કે, અમે આ ડેટાની તપાસ કરી રહ્યા છે. શહેરભરમાં અમે 5,72,000 વૃક્ષો વાવ્યા છે અને તેનું સંવર્ધન કરી રહ્યા છે. મૃત્યુ પામેલા વૃક્ષોના આકડા તપાસીને બહાર પાડવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button