લોકસભા સીટ પર અભિનેતાઓને ઉતારી શિંદે જૂથની ઉદ્ધવ ઠાકરે સામે ફિલ્મી ટક્કર
મુંબઈ: મહારાષ્ટ્રમાં મુંબઈની છ લોકસભા સીટ પર કયા ઉમેદવારરોનું નામ જાહેર થશે એ બાબતે જોરદાર ચર્ચા થઈ રહી છે. તેમ જ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ઉત્તર પશ્ચિમ મુંબઈની સીટ પણ શિંદે જૂથને આપે એવી ચર્ચા શરૂ થઈ છે. આ સીટ પર જાણીતા બે ફિલ્મ અભિનેતાને ટિકિટ મળી શકે છે, એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રમાં મહાયુતિ (ભાજપ, શિંદે જૂથ, એનસીપી અજિત પવાર જૂથ) અને મહાવિકાસ આઘાડી (ઉદ્ધવ ઠાકરે જૂથ, કૉંગ્રેસ, શરદ પવાર જૂથ) વચ્ચે હજુ સુધી લોકસભા સીટ વચ્ચે કોઈપણ સમાધાન ન થતાં સસ્પેન્સ બની રહ્યો છે. જોકે મુંબઈની ઉત્તર પશ્ચિમ સીટ પર બૉલીવૂડનો સુપરસ્ટાર ગોવિંદા અથવા હિન્દી/મરાઠી ફિલ્મના જાણીતા અભિનેતાને આ સીટ પર ઉમેદવાર પદ આપવામાં આવે આવી શકે છે, એવી માહિતી સૂત્રોએ આપી હતી.
આ પણ વાંચો…
લોકસભા સંગ્રામઃ ભ્રષ્ટાચાર મુદ્દે જેલમાં બંધ છે અનેક દિગ્ગજ નેતા, કઈ રીતે લડશે આરપારની લડાઈ?
મહાવિકાસ આઘાડીના ઉદ્ધવ જૂથે મુંબઈ લોકસભા સીટ પર અમોલ કીર્તિકરની ઉમેદવાર તરીકે જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ પોતાના દીકરા સામે ચૂંટણી લડવાની મનાઈ કરી ગજાનન કીર્તિકરે પીછે હટ કરી હતી, જેને લીધે ભાજપ અને શિંદે જૂથ આ સીટ પર કોઈ અભિનેતાને ઉતારી શકે છે, એવી જોરદાર ચર્ચા થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પણ હવે મહાયુતિ ગઠબંધનમાં જોડાવાની તૈયારી દાખવી રહી છે, જેથી શિંદે જૂથને ઉત્તર પશ્ચિમ મુંબઈની સીટ મળી શકે છે અને ઉદ્ધવ ઠાકરે જૂથના રવિન્દ્ર વાયકારે શિંદે જૂથમાં પ્રવેશ કરતાં શિંદે જૂથ આ સીટ પર વધુ મજબૂત બની છે એવું ચિત્ર દેખાઈ રહ્યું છે.