આપણું ગુજરાત

IPL Fever: Ahmedabadમાં મેટ્રોના સમયમાં વધારો અને AMTS આટલી બસો દોડતી થશે

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટડીયમ ખાતે તારીખ 24 અને 31 માર્ચ તેમજ 4 એપ્રિલે IPLની કુલ 3 મેચો રમાવાની છે. જેને ધ્યાનમાં લઈને AMTS અને મેટ્રો દ્વારા ખાસ વ્યવસ્થા કરાઇ છે.

મેટ્રો ટ્રેનની ટિકિટ લેવામાં લાંબી કતારોમાં મુસાફરોને ઊભું ન રહેવું પડે અને સમય બચી શકે માટે પેપર ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી છે જેની કિમત વ્યક્તિ દીઠ રૂ.50 રાખવામા આવેલ છે. આ ટિકિટનો સાબરમતી મેટ્રો સ્ટેશનથી લઈ મોટેરા મેટ્રો સ્ટેશન સુધી ઉપયોગ કરી શકાશે.બંને સ્ટેશન પરથી સવારે 8 વાગ્યાથી પેપર ટિકિટ મુશફરો ખરીદી શકે છે,તેમજ કોન્ટેક્ટલેસ સ્માર્ટ ટોક્ન્સ અને સ્માર્ટ કાર્ડ રાત્રે 10 વાગ્યા સુધી ઉપયોગમાં લઈ શકાશે. ઉપરાંત મેટ્રોની સમય મર્યાદા વધારવામાં આવી છે GMRC મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી સવારે 6:20 થી લઈ રાત્રિના 12 વાગ્યા સુધી મેટ્રો ચાલુ રહેશે.
ત્યારે AMTSમાં હયાત 12 રુટ ખાતે 71 અને રાત્રે પાંચ રુટની 20 વધુ બસો ચાલુ થશે આમ કુલ 91 વધારે બસ એએમટીએસ દ્વારા દોડાવવામાં આવશે.કાલ રાત્રે 10થી 12 , 31મીએ સાંજે 7:30થી 9:30 અને 4 એપ્રિલે રાત્રે 10થી 12 વાગ્યા સુધી 20 બસ દોડશે.

રાત્રી યાત્રામાં મોદી સ્ટેડિયમ વાસણા, આરટીઓ, ગાંધીધામ,પાલડી, મણિનગર, આરટીઓ, સુભાષબ્રિજ ,દિલ્હી દરવાજા, રાયપુર, રખિયાલ, અચેરડેપો સ્ટેશનથી નારોલ, મોટેરા, ભાટગામ, ઇન્દિરા બ્રિજ, ગેલેક્સી, નરોડા પાટિયા, ક્રુષ્ણ નગર, સિટીએમ ઉપરાંત એચરડેપો સ્ટેડિયમથી ઉજાલા સર્કલ,વિસત સર્કલ,ચાંદખેડા, ઝુંડાલ સર્કલ, વૈષ્ણોદેવી સર્કલ, થલતેજ અને ઇસ્કોન સર્કલ વગેરે જેવા રૂટોનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં જે 3 દિવસ IPLની મેચો રમાવાની છે એ ત્રણ દિવસ IPL દરમિયાન જનપથથી મોટેરા સુધી અને કૃપા રેસિડેન્સીથી મોટેરા સુધીનો માર્ગ બંદ રહશે. ત્યારે લોકોની અવર-જવર માટે વૈકલ્પિક માર્ગ તરીકે વાહન ચાલકોએ તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તાથી વિસત અને જનપથ થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના માર્ગ પર અવર જવર કરી શકાશે.
જ્યારે કૃપા રેસિડેન્સી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તાથી ભાટ કોટેશ્વર રોડ પસાર કરી એપોલો સર્કલ તરફ પણ વાહન ચાલકો જઈ શકશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button