ટોપ ન્યૂઝનેશનલ

વધુ એક AAP ના MLA પર EDએ રેડ કરી, જાણો કોણ છે આ નેતા? આઠ વર્ષ પહેલા થઈ હતી ધરપકડ

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પાર્ટીના અન્ય ધારાસભ્ય સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ AAPના મટિયાલાના ધારાસભ્ય ગુલાબ સિંહ યાદવ (AAP’s Matiala MLA Gulab Singh Yadav) પર પોતાની પકડ વધુ કડક કરી છે. EDએ શનિવારે સવારે ધારાસભ્યના ઘરે દરોડા પાડ્યા હતા (ED Raid). તમને જણાવી દઈએ કે, દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડના મામલામાં અરવિંદ કેજરીવાલને સતત 9 વખત સમન્સ મોકલ્યા બાદ, ED ગુરુવારે મોડી સાંજે 10મી વખત તેમના ઘરે પહોંચી અને તેમના ઘરની તલાશી લીધી અને 2 કલાકની સતત પૂછપરછ બાદ EDએ CMની ધરપકડ કરી હતી.

દિલ્હીના મંત્રી અને AAP નેતા સૌરભ ભારદ્વાજે પાર્ટીના ધારાસભ્ય ગુલાબ સિંહ યાદવ પર EDના દરોડા પર ટિપ્પણી કરી. સૌરભ ભારદ્વાજે કહ્યું કે, માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરના લોકોને ખબર પડી ગઈ છે કે ભાજપ સરકાર સમગ્ર વિપક્ષને જેલમાં ધકેલી દેવામાં વ્યસ્ત છે.

આ દેશ રશિયાના રસ્તે ચાલી રહ્યો છે. બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઉત્તર કોરિયામાં આ જોવા મળ્યું છે અને હવે ભારત પણ આ જ માર્ગ પર છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી હવે સરમુખત્યારશાહીના માર્ગે છે, જ્યાં લોકોના મૂળભૂત અધિકારોનો નાશ થશે, જ્યાં વિરોધને અટકાવવામાં આવશે.

અમારા 4 નેતાઓ ખોટા આરોપમાં જેલમાં છે. અમે ગુજરાતમાં ચૂંટણી લડી રહ્યા છીએ અને આજે પાર્ટીના ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. મને ખાતરી છે કે આવનારા સમયમાં AAP નેતાઓ અને અન્ય વિપક્ષી નેતાઓના ઘરો પર પણ દરોડા પાડવામાં આવશે જેથી વિપક્ષ ડરી જાય અને ચૂપ થઈ જાય.

ED આમ આદમી પાર્ટી પર સતત સકંજો જમાવી રહી છે. એક્સાઇઝ પોલિસીમાં EDએ અત્યાર સુધી લાંબી પૂછપરછ બાદ ઘણા AAP નેતાઓની ધરપકડ કરી છે. આ યાદીમાં મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સંજય સિંહના નામની સાથે હવે સીએમ કેજરીવાલનું નામ પણ સામેલ થઈ ગયું છે.

આપને જણાવી દઈએ કે, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ 28 માર્ચ સુધી EDની કસ્ટડીમાં રહેશે. EDએ 2 નવેમ્બર, 2023ના રોજ પહેલીવાર મુખ્યપ્રધાનને સમન્સ મોકલ્યું હતું, ત્યારબાદ સતત 10 વખત સમન્સ મોકલ્યા બાદ ગુરુવારે દિલ્હીના મુખ્યપ્રધાનને તેમના આવાસથી ધરપકડ કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button