આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), શનિવાર, તા. ૨૩-૩-૨૦૨૪
ભારતીય દિનાંક ૩, માહે ચૈત્ર, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ સુદ-૧૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ સુદ-૧૩
પારસી શહેનશાહી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૯મો આદર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૩જો અર્દિબહેશ્ત, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૨મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૪મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૫
નક્ષત્ર પૂર્વાફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૧, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૨, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૦,
સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક.૧૧-૧૭, રાત્રે ક. ૨૩-૪૪
ઓટ: બપોરે ક. ૧૭-૦૮, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૪૦
(તા. ૨૪)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ફાગણ શુક્લ – ત્રયોદશી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શનિ-શુક્ર દેવતાનું પૂજન, ખાખરાના વૃક્ષનું પૂજન, પ્રયાણ મધ્યમ, માલ વેચવો, ખેતીવાડીનાં કામકાજ, નિત્ય થતાં પશુ લેવડ-દેવડ, સ્થાવર લેવડ દેવડનાં કામકાજ, હનુમાન ચાલિશા, સુંદરકાંટ પાઠ વાંચન, શનિ દેવતાનું પૂજન, જાપ, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન-કથા વાંચન. તુલસી પૂજન, વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત્ર પાઠ વાંચન.
આચમન: ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ, ઉડાઉ સ્વભાવ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ સહાનુભૂતિવાળા.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ.
ગ્રહગોચર: સૂર્ય-મીન, મંગળ-કુંભ, બુધ-મીન, ગુરુ-મેષ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.