ગુરુગ્રામઃ રેવ પાર્ટીમાં સાપોનું ઝેર પૂરું પાડવાના આરોપમાં બિગ બોસ ઓટીટી 2ના વિજેતા અને યૂ-ટ્યુબર એલ્વિશ યાદવને જામીન આપી દેવામાં આવી છે. આ સાથે જ તેના બંન્ને સાથીદાર ઈશ્વર અને વિનયને પણ શુક્રવારે જામીન મળી ગઈ છે. વરિષ્ઠ વકીલ ઉમેશ ભાટી દેવટાએ જણાવ્યું કે એલ્વિશ યાદવ, ઈશ્વર અને વિનયની જામીન અરજી પર ચીફ મેજિસ્ટ્રેટ જય હિંદ કુમારની અદાલતમાં સુનાવણી થઈ હતી.
ત્યાં હવે એલ્વિશ યાદવને સાગર ઠાકુર સાથે મારપીટ કરવાના કેસમાં ગુરુગ્રામની એક કોર્ટમાં હાજર કરવામાં આવશે. જણાવી દઈએ કે એલ્વિશે યાદવ થોડા દિવસ પહેલા સાગર ઠાકુર ઉર્ફે મૈક્સટર્નને ગુરુગ્રામના એક મોલના સ્ટોરમાં બોલાવીને મારપીટ કરી હતી, જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ મામલામાં એલ્વિશના વિરુદ્ધમાં ગુરુગ્રામના સેક્ટર-53 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. હવે ગુરુગ્રામ પોલીસ એલ્વિશ યાદવને રિમાન્ડ પર લઈને પૂછપરછ કરવામાં આવશે. ગુરુગ્રામના સ્ટેશન સેક્ટર 53ના એસએચઓએ જણાવ્યું હતું કે એલ્વિશ યાદવને 27 માર્ચે કોર્ટમાં હાજર કરવામાં આવશે.
પોલીસે એલ્વિશના વિરુદ્ધ કોર્ટમાં પ્રોડક્શન વોરંટની માગ કરતું આવેદન આપ્યું હતું. તેના જ આધાર પર કોર્ટે એલ્વિશ યાદવને 27 માર્ચે હાજર થવા માટે કહ્યું છે. સોશ્યિલ મીડિયા પર આઠમી માર્ચે સાગર ઠાકુર સાથે મારામારીનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એલ્વિશ યાદવ ઘણા બધા લોકો પોતાની સાથે લઈને સ્ટોરમાં ઘૂસીને સાગરને માર મારતો નજરે પડે છે. આ પછી જ સાગર ઠાકુરે સેક્ટર 53માં એલ્વિશ યાદવ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. જો કે આ ઘટના બાદ એલ્વિશ અને સાગર ઠાકુરે અંદરો અંદર સમાધાન કરી લીધું છે. આ પછી બન્નેએ સાથે એક ફોટો પણ શેર કરી હતી.
Taboola Feed