નેશનલ

જી-20ની સફળતા માટે પડદાં પાછળના ચહેરા કોણ? અનેક મહિનાઓથી થઇ રહી હતી તૈયારીઓ…

નવી દિલ્હી: જી-20 સંમ્મેલનની સફળતા પાછળ અનેક મહિનાઓની ભારતની જોરદાર તૈયારી અને આયોજન પૂર્વક કુટનીતીક, આર્થિક, ડિજીટલ તથા સાંસ્કૃતિક વિભાગોનો રાજનિતીક અમલ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રિય વિદેશ પ્રધાન એસ. જયશંકરના માર્ગદર્શન હેઠળ આખી ટીમે કામ કર્યુ છે.

જી-20 શિખર પરિષદના ઐતિહાસિક આયોજનમાં વૈશ્વિક સ્તરે ભારતને મળેલ મોટા માનસન્માન પાછળ કેટલીક એવી વાતો છે જેનો ઉલ્લેખ થવો આવશ્યક છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૂચના આપી હતી કે, દેશના 50થી વધુ શહેરોમાં જી-20 દેશોનું વિવિધ વિષયો માટે આયોજન થવું જોઇએ.


આ વાતને ધ્યાનમાં લઇને જી-20 દેશોના રિઝર્વ બેન્કના ગવર્નર, ફાઇનાન્સ મિનિસ્ટર, પર્યટન, સંસ્કૃતિ, કમ્યુનિકેશન, ગૃહ, વિદેશ, સુરક્ષા, શહેરી વિકાસ, રેલવે, કૃષી, આરોગ્ય પ્રધાનોનું સંમેલનનું આયોજન દેશના વિવિધ શહેરોમાં અનેક મહિનાઓથી કરવામાં આવી રહ્યું હતું. આ આયોજનને કારણે આખા દેશમાં જી-20 બાબતે જાગૃતતા વધી હતી.

જી-20 બેઠકના સફળ આયોજનમાં પડદાં પાછળ જેમની સૌથી મહત્વની ભૂમિકા માનવામાં આવી રહી છે તેમાં મુખ્ય નામ છે કેન્દ્રિય વિદેશ પ્રધાન એસ. જયશંકર. સાથે સાતે આ આયોજનના મુખ્ય સૂત્રધાર અમિતાભ કાંત, આયોજનના મુખ્ય સમન્વયક હર્ષ વર્ધન શ્રંગલા, રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ આ લોકોનું સૌથી મહત્વનું યોગાદાન રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button