આંધ્ર પ્રદેશ: તેલગૂ દેશમ (TDP) પ્રમુખ અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુ હાલમાં આંધ્ર પ્રદેશ પોલીસના તાબામાં છે. હાલમાં નાયડુને રાજમુંદ્રી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા છે. ચંદ્રબાબુની ધરપકડ બાદા ટીડીપીના કાર્યકર્તાઓ આક્રમક થયા છે. આ ધરપકડના વિરોધમાં આજે આખા રાજ્યમાં બંધનું એલાન કરવામાં એલાન કરવામાં આવ્યું છે. દરમીયાન ચંદ્રબાબુ નાયડુની શનિવારે 9મી સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. એક દિવસ બાદ એટલે કે રવિવાર 10મી સપ્ટેમ્બરના રોજ નાયડુને કોર્ટ સામે હાજર કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમને 23મી સપ્ટેમ્બર સુધીની જ્યુડીશીયલ કસ્ટડી આપવામાં આવી છે.
પ્રપ્ત વિગતો અનુસાર ટીડીપીના પ્રદેશાધ્યક્ષ અત્ચન નાયડુએ આંધ્ર પ્રદેશમાં એક દિવસીય બંધનું એલાન કરવામાં આવ્યું છે. ચંદ્રબાબુ નાયડુની ગેરકાયદે ધરપકડ, ટીપીપી કાર્યકર્તાઓ પર થઇ રહેલ ક્રુર હુમલા અને મુખ્ય પ્રધાન જગન મોહન રેડ્ડીના બદલાના રાજકારણના મુદ્દે આ બંધનું એલાન કરવામાં આવ્યું છે.
લોકશાહીને બચાવવા માટે તેલગૂ દેશમ પક્ષના નેતાઓએ સામાન્ય જનતાને સ્વેચ્છાએ બંધમાં ભાગ લેવાની અપીલ કરી છે. ચંદ્રબાબુ નાયડુની ધરપકડ એ જગન મોહન રેડ્ડીના માનસીક સ્વભાવનું તાજુ ઉદાહરણ હોવાનું ટીડીપી નેતા રહી રહ્યાં છે. જગન મોહન રેડ્ડીને જનતા જ પાઠ ભણાવશે એમ પણ તેઓ કહી રહ્યાં છે.
10મી સપ્ટેમ્બર એ લોકશાહી માટે કાળો દિવસ હતો એમ ટીડીપી નેતા નરેન્દ્ર કુમારે કહ્યું હતું. જનતા માટે કામ કરનારા નેતાને રાજકારણનો ભોગ બનાવી સરકારે જેલમાં મોકલ્યા છે. નરેન્દ્ર કુમારે કાર્યકર્તાઓને હિંમત ન હારવાની અપીલ કરી યુવા નેતા નારા લોકેશના નેતૃત્વમાં પક્ષ કાયદાકીય દડાઇ કરતું રહેશે એવી જાણકારી પણ તેમણે આપી હતી.
ટીડીપીના નેતા પટ્ટાભી રામ કોમરેડ્ડીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, અમારા પક્ષ પ્રમુખના પુત્ર નારા લોકેશ, તેમના પત્ની નારા ભુવનેશ્વરી અને અન્ય લોકો એસબી કોર્ટમાં રાહ જોઇ રહ્યાં હતાં. અમને લાગ્યુ કે તેમને કોર્ટમાં લાવવામાં આવશે પણ તેમને ડાયરેક્ટ એસઆઇટીની ઓફિસમાં લઇ જવામાં આવ્યા હતાં. લોકેશ અને ભુવનેશ્વરી કોર્ટંમાં રાહ જોઇ રહ્યાં હતાં ત્યાં અચાનક કાફલો એસઆઇટી ઓફિસ તરફ ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે કથિત કૌશલ વિકાસ મહામંડળ કાંડ મુદ્દે આંધ્ર પ્રદેશ પોલીસે નાયડુને મૂખ્ય સૂત્રધાર ગણાવ્યા છે. આ કથિત ગોટાળાને કારણે રાજ્યને 300 કરોડ રુપિયાનું નુકસાન થયું હોવાનો આક્ષેપ છે.
Taboola Feed