આમચી મુંબઈશેર બજાર

સેન્સેક્સ ભારે ઊથલપાથલ વચ્ચે પસાર થતો 73,000 પાર કરીને પાછો ફર્યો

નિલેશ વાઘેલા

મુંબઈ: શેરબજારમાં ભારે અફડાતફડી અને ઊથલપાથલ જોવા મળી હતી. મોટા ગેપ સાથે નીચી સપાટીએ સત્રની શરૂઆત બાદ એક તબક્કે ૭૩,૦૦૦ની સપાટી પાર કરી લીધા બાદ સેન્સેક્સ લપસી ગયો હતો અને સામાન્ય સુદારા સાથે ૭૨,૦૦૦ની સપાટી ટકાવી શક્યો હતો.


સેન્સેક્સ ૭૨,૬૪૧ પોઇન્ટના પાછલા બંધ સામે મોટા ગેપ સાથે ૭૨,૨૩૧ પોઇન્ટની ૩૦૯ પોઇન્ટની નીચી સપાટીએ શરૂઆત કર્યા બાદ ૭૨,૧૭૨ પોઇન્ટની નીચી સપાટીને સ્પર્શીને ફરી લગભગ ૯૫૦ પોઇન્ટના ઉછાળા સાથે ૭૩,૦૦૦ પોઇન્ટનું સ્તર પાર કરતા ૭૩,૧૧૬ની ઊંચી સપાટીને અથડાયો હતો.


જોકે, નીચા મથાળે નવેસર લેવાલીનો ટેકો મળતાં બેન્ચમાર્ક ફરી પોઝિટીવ ઝોનમાં આગળ વધ્યો હતો, પરંતુ ૭૩,૦૦૦ને આંબવામાં નિષ્ફળ રહ્યો હતો. સત્રને અંતે સેન્સેક્સ ૧૯૦.૭૫ પોઇન્ટ અથવા તો ૦.૨૬ ટકાના સુધારા સાથે ૭૨,૮૩૧.૯૪ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.


ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ શુક્રવારે ફ્લેટ નોટ પર વેપાર કર્યો હતો કારણ કે બજારના સાધનો અનુસાર આઇટી સેક્ટરની બેલવેધર ગણાતી કંપની એક્સેન્ચરની રેવન્યુને લગતી ચેતવણીને કારણે આઇટી શેરોમાં જોરદરા વેચવાલી સાથે ઘટાડો થયો હતો અને તેની અસર બેન્ચમાર્ક ઇન્ડેક્સ પર જોવા મળી હતી.


સવારના સત્રમાં જ વિપ્રો, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ, એચસીએલ ટેકનો, એલટીઆઇમાઇન્ડટ્રી અને ઇન્ફોસિસ જેવા ટેકનોલોજી શેરમાં ૨.૩ ટકાથી ૪.૫ ટકા સુધીના કડાકા બોલી જતાં આઇટી ઇન્ડેક્સ ટોચનાો સેક્ટોરલ લુઝર ઇન્ડેક્સ બન્યો હતો. આઇટી શેરો પણ નિફ્ટીના ટોચના પાંચ લુઝર હતા. આઇટીને બાદ કરતાં અન્ય તમામ ૧૨ મુખ્ય સેક્ટરમાં સુધારો થયો હતો.


બજારના સાધનોએ જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વે મજબૂત આર્થિક સંકેત હોવા છતાં આ વર્ષે ત્રણ તબક્કાના રેટ કટની આગાહી કરી છે. મુખ્ય સૂચકાંકો વિક્રમી ઊંચાઈને અથડાતાં વૈશ્ર્વિક બજારનું આઉટલૂક તેજીનું રહ્યું છે. એક્સેન્ચરની આવકને લગતી નકારાત્મક આગાહીને પગલે આઇટી શેરોમાં મંદી જોવા મળી શકે છે. નિફ્ટી જોકે આગેકૂચ જાળવી રાખવાનો પ્રયાસ કરશેે. નિફ્ટીમાં ૨૧,૭૧૧ ટેકાની સપાટી રહેશે, જ્યારે બેન્ક નિફ્ટીમાં આગેકૂચની સંભાવના દેખાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button