પ્રિયંકા ભારત આવ્યા પછી કરશે મેગા ફિલ્મો, પહેલી એક્શન ફિલ્મ કરવાની ચર્ચા
મુંબઈઃ ગ્લોબલ સ્ટાર બની ચૂકેલી ભારતની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા (પીસી) આ દિવસોમાં ભારત પ્રવાસ પર છે. હાલમાં જ પ્રિયંકા ચોપરા તેની દીકરી માલ્તી મેરી, નિક જોનસ સાથે ભારત આવી છે. પોતાના લગ્નજીવનમાં આગળ વધતા હવે પ્રિયંકા ઘણા ફિલ્મમેકર્સને મળવાની છે, જ્યારે આગામી દિવસોમાં કોઈ એક્શન ફિલ્મમાં જોવા મળે તો નવાઈ રહેશે નહીં.
આ વખતની તેની ભારત યાત્રામાં ઘણા વર્ક કમિટમેન્ટ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રિયંકા ચોપરાની આ વખતની ટોપના બોલિવુડ ફિલ્મમેકર સંજય લીલા ભણસાળી (Priyanka chopra in sanjay leela bhansali film) સાથે પણ મીટિંગ કરશે અને એક પ્રોજેક્ટ ફાઈનલ કરવાનો પ્લાન બનાવી રહી છે, એવું જાણવા મળ્યું છે.
આપણ વાંચો: આ બોલીવૂડ ફિલ્મોએ કર્યું મહિલાઓનું ખરું સશક્તીકરણ
પ્રિયંકાના પોતાના પ્રોજેક્ટને લઈને સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે તેને ખબર છે કે તેના આવનાર હિન્દી પ્રોજેક્ટને લઈ લોકોમાં ખૂબ ઉત્સુકતા છે અને તે જલ્દી જ એક પ્રોજેક્ટ ફાઈનલ કરવા માગે છે. પ્રિયંકા ઘણી સ્ક્રિપ્ટ વાંચી રહી છે અને ઘણા ફિલ્મમેકરની મુલાકાત પણ કરી રહી છે. એટલું જ નહીં, પણ તે એક એક્શન પ્રોજેક્ટને લઈ સંજય લીલા ભણસાળી સાથે મીટિંગ પણ કરવાની છે, જે એક પીરિયડ પ્રોજેક્ટ છે.
તેમને આ પ્રોજેક્ટ પસંદ આવ્યો છે અને હવે તેઓ ભણસાળી સાથે આની ટાઈમલાઈન, શેડ્યૂલ અને કોસ્ટ્યૂમ વગેરેની વાત કરવા માટે મળવાની છે. અહેવાલો મુજબ આ વખતની ભારત યાત્રા પ્રિયંકા માટે સંપૂર્ણ રીતે કાર્યલક્ષી રહેશે. મુંબઈમાં ઈવેન્ટ અટેન્ડ કરવા સિવાય પણ તેની પાસે ઘણી બધી વસ્તુ લાઈનઅપ છે. તે અલગ-અલગ કૈપેસિટીમાં મીટિંગ્સ કરવાની છે.
આપણ વાંચો: છોટી-છોટી ફિલ્મો કી બડી બડી બાતેં
પ્રિયંકા પોતાના પ્રોડક્શન હાઉસ ઉપર પણ ફોકસ કરી રહી છે અને તેના અંતર્ગત ત્રણથી ચાર પ્રોજેક્ટને ફાઈનલ કરવા માટે લોકોને મળી રહી છે. પ્રિયંકાના એજન્ડામાં સિટાડેલની બીજી સિઝનની એનાઉન્સમેન્ટ પણ છે. અહેવાલમાં જણાવાયું છે કે આ જાણકારી પર કન્ફર્મેશન માટે પ્રિયંકાની ટીમથી પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, પણ તેણે હજુ સુધી કોઈ જાણકારી નથી આપી.