મનોરંજન

કંગના રનૌતના રાજકારણમાં જવાના સમાચાર સાંભળીને દુ:ખી થઇ ગયો આ અભિનેતા

મનોજ બાજપેયી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. તેમની અભિનય પ્રતિભાના લાખો દિવાના છે. તેઓ દરેક પાત્રમાં જાન રેડી દે છે. ભાગ્યે જ કોઇ એવી ભૂમિકા હશે જે તેઓ ભજવી ના શકે. અભિનેતા મનોજ બાજપેયી તેના અભિનયની સાથે સાથે તેની સ્પષ્ટ વાત માટે પણ જાણીતા છે. તેમને ક્યારેય ગોળ ગોળ બોલવાની આદત નથી. તેઓ ઘણીવાર ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરે છે. પોતાના નવા ઈન્ટરવ્યુમાં મનોજ બાજપેયીએ કંગના રનૌત વિશે વાત કરી છે.

તાજેતરમાં એક કાર્યક્રમમાં મનોજ બાજપેયીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તમે કંગના રનૌતને ફોલો કરો છો? તો મનોજ બાજપેયીએ જણાવ્યું હતું કે, ‘મારું માનવું છે કે કંગના રનૌત એક શ્રેષ્ઠ અભિનેત્રી છે. તે ખૂબ જ અદભૂત અભિનેત્રી છે. જ્યારે મેં તેની પહેલી ફિલ્મ ‘ગેંગસ્ટર’ અને ‘વો લમ્હે’ જોઈ ત્યારે હું પાગલ થઈ ગયો હતો કે આટલી નાની ઉંમરમાં કોઈ આટલી અદભૂત એક્ટિંગ કેવી રીતે કરી શકે?


અભિનેતાએ કંગના રનૌતના રાજકારણમાં જવા અને ચૂંટણી લડવા અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કંગનાના રાજકારણમાં જવાના સમાચાર જાણીને તેઓ દુઃખી થઇ ગયા હતા. તે ઘણી જ ઉત્કૃષ્ટ અભિનેત્રી છે. તેણે અભિનય કરતા રહેવું જોઇએ. રાજકારણમાં ના જવું જોઇએ.


મનોજ બાજપેયીએ પોતાના ફેવરિટ બોલિવૂડ સ્ટાર્સ વિશે પણ જણાવ્યું હતું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ બોલિવૂડના કયા અભિનેતાને શ્રેષ્ઠ માને છે. તો તેના જવાબમાં મનોજ બાજપેયીએ કહ્યું હતું કે, ‘હું ઈન્ડસ્ટ્રીમાં કોઈ અભિનેતાને નસીરુદ્દીન શાહ કરતાં વધુ સારો નથી માનતો.’ બેસ્ટ એક્ટ્રેસના સવાલ પર તેણે કહ્યું કે આજકાલ અભિનેત્રીઓ અદ્ભુત કામ કરી રહી છે. અભિનેતાએ કોંકણા સેન શર્મા, કંગના રનૌત, રસિકા દુગ્ગલ અને તબ્બુને તેમની પસંદગીની અભિનેત્રી ગણાવી હતી.


વર્ક ફ્ર્ન્ટની વાત કરીએ તો મનોજ બાજપેયી નેટફ્લિક્સ સીરિઝ ‘કિલર સૂપ’માં જોવા મળ્યા હતા. આ શોમાં તેમણે ડબલ રોલ કર્યો હતો, જેની ખૂબ પ્રશંસા થઈ હતી. આ વેબસિરીઝમાં હિરોઈન તરીકે કોંકણા સેન શર્મા હતી. આ ઉપરાંત મનોજની ફિલ્મ ‘ઝોરમ’ પણ પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ હતી, જેને પણ લોકોએ ઘણી વખાણી હતી. હવે અભિનેતા ‘ભૈયાજી’ સાથે થિયેટરોમાં આવવા માટે તૈયાર છે. આ ફિલ્મ 24મી મેના રોજ રીલિઝ થશે. આ સિવાય મનોજ તેમની હિટ સિરીઝ ‘ફેમિલી મેન’ની નવી સીઝનમાં પણ જોવા મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કાકડીને ખાવાની આ છે સાચી રીત… A Simple Guide: What NOT to Offer Lord Shani Most Expensive Celebrity Mangalsutras: Unveiling the Price Tags Baby Raha with Mommy Alia at Kareena Kapoor’s House: Cuteness Overloading