ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

‘મોટા ભાઈ તમારું સ્વાગત છે…’, ભૂતાન વડા પ્રધાને ગળે મળી પીએમ મોદીનું સ્વાગત કર્યું

ભૂતાન પ્રવાસ માટે મોદી આજે રાજધાની દિલ્હીથી થિમ્પુ પહોંચ્યા હતા. પીએમ મોદીના ભૂતાન ખાતેના આગમન પર વડાપ્રધાન શેરિંગ ટોબગેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું, ‘મારા મોટાભાઈ ભૂતાનમાં તમારું સ્વાગત છે.’

પીએમ નરેન્દ્ર મોદી બે દિવસની ભૂતાનની મુલાકાતે ગયા છે. પીએમ મોદી આજે અને આવતીકાલે ભૂતાનની સત્તાવાર મુલાકાત પર છે. અગાઉ તેમની મુલાકાત 21 અને 22 માર્ચ યોજવાની હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે તેમની મુલાકાત મોકુફ રાખવામાં આવી હતી. ભારતીય વિદેશ મંત્રાલય અને ભૂતાન સરકારે ત્યારબાદ પરસ્પર સલાહ મસલત કરીને નવી તારીખો જાહેર કરી હતી, જે મુજબ પીએમ મોદી આજે ભૂતાન પહોંચ્યા હતા. ભૂતાનની એક હોટેલમાં પરંપરાગત લોકનૃત્ય કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

પીએમ મોદીની ભૂતાન મુલાકાત પર ત્યાંના લોકો ઘણા ખુશ થયા છે. એક બાળકે પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પીએમ મોદી અમારા દેશમાં આવ્યા છે .અમે ઘણા ખુશ છે. અમે તેમનું સ્વાગત કરીએ છીએ. રાજધાની થિમ્પુમાં પણ પીએમ મોદીનું પરંપરાગત રીતે જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. રસ્તાની બંને બાજુએ ઊભેલા લોકોએ પીએમ મોદીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

ભૂતાનના વડાપ્રધાન શેરિંગ ટોબગે એરપોર્ટ પર પીએમ મોદીને ગળે મળ્યા હતા અને તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button