નેશનલ

કેજરીવાલની ધરપકડ પર અણ્ણા હજારેએ કહી આ વાત, કહ્યું, ‘… તેણે મારી વાત ન માની’

નવી દિલ્હી: દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal arrested) ની મુશ્કેલીઓ વધી રહી છે. આ દરમિયાન સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ કેજરીવાલની ધરપકડને લઈને મોટું નિવેદન આપ્યું છે (Anna Hazare on CM Arvind Kejriwal arrest). અણ્ણા હજારેએ કહ્યું કે મને દુઃખ છે કે તેમણે મારી વાત ન સાંભળી.

અણ્ણા હજારેએ કહ્યું કે, મુખ્યપ્રધાન બન્યા બાદ મેં કેજરીવાલને નવી દારૂનીતિને લઈને બે વખત પત્ર લખ્યા હતા. મને દુઃખ છે કે તેણે મારી વાત ન સાંભળી અને હવે તેની આ માટે ધરપકડ કરવામાં આવી છે. હજારેએ કહ્યું કે જ્યારે કેજરીવાલ અને મનીષ સિસોદિયા નવા-નવા અમારી સાથે જોડાયા હતા ત્યારે મેં તેમને કહ્યું હતું કે હંમેશા દેશના કલ્યાણ માટે કામ કરજો. પરંતુ તેણે આ વાત ધ્યાનમાં રાખી નહીં. તેણે કહ્યું કે હવે તે કોઈ જ સલાહવ દેવા માંગતા નથી. સરકાર અને કાયદાનેને કરવું હશે તે કરે.

દિલ્હીની નવી દારૂ નીતિ નવેમ્બર 2021માં અમલમાં આવી હતી. પરંતુ આ નીતિ શરૂઆતથી જ વિવાદમાં રહી હતી. બાદમાં, દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવે એલજી વીકે સક્સેનાને એક રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં દારૂની નીતિમાં ગેરરીતિનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. બાદમાં CBIએ કેસ નોંધ્યો હતો. EDએ મની લોન્ડરિંગની તપાસ માટે કેસ પણ નોંધ્યો હતો.

કેજરીવાલ દિલ્હીના આ કથિત દારૂ કૌભાંડમાં પકડાયેલા ચોથા મોટા નેતા છે. તેમની પહેલા મનીષ સિસોદિયાની ગયા વર્ષે 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે જ 4 ઓક્ટોબરે EDએ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ કરી હતી. ત્યારબાદ આ મહિને 15 માર્ચે EDએ તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆરની પુત્રી કે. કવિતાની પણ ધરપકડ કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button