વેપાર અને વાણિજ્ય

ડૉલર નબળો પડતાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ધાતુમાં સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે પૂરી થયેલી બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે બજારની અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્ રાખવાની સાથે બેઠકના અંતે ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે વર્ષ ૨૦૨૪માં ત્રણ વખત વ્યાજદરમાં કપાતની શક્યતા વ્યક્ત કરતાં વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હતું. આમ ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં આજે લંડન ખાતે સત્રના આરંભે કોપર સહિતની ચોક્કસ ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ એક માત્ર નિકલમાં જોવા મળેલા કિલોદીઠ રૂ. પાંચના ઘટાડા અને લીડ ઈન્ગોટ્સમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં વિવિધ ધાતુઓના ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ૧૯નો સુધારો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ટીનના ભાવ કિલોદીઠ રૂ. ૧૯ વધીને રૂ. ૨૫૦૬ અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને અનુક્રમે રૂ. ૧૭૦ અને રૂ. ૮૦૧ના મથાળે રહ્યા હતા.

વધુમાં અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું તેમાં એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને અનુક્રમે રૂ. ૨૧૧ અને રૂ. ૨૨૩, કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી, બ્રાસ શીટ કટિંગ્સ અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૭૫૫, રૂ. ૭૪૭, રૂ. ૫૩૭ અને રૂ. ૫૦૦ તથા કોપર આર્મિચર અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. ૭૪૧ અને રૂ. ૬૯૩ના મથાળે રહ્યા હતા.

આજે એકમાત્ર નિકલમાં સતત પાંચમાં સત્રમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેવાની સાથે વપરાશકાર ઉદ્યોગની માગ પણ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને રૂ. ૧૪૯૦ના મથાળે રહ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ