નેશનલ

સોનામાં આગઝરતી તેજી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે નીતિવિષયક બેઠકના અંતે વર્ષ ૨૦૨૪માં ત્રણ વખત વ્યાજદરમાં કાપ મૂકવાનો પુનરોચ્ચાર કરતાં વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતા ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવ વધીને એક તબક્કે ઔંસદીઠ ૨૨૨૨.૩૯ ડૉલરની વિક્રમ સપાટીએથી પાછા ફરતા, તેમ જ આજે પણ લંડન ખાતે ભાવમાં સુધારો આગળ ધપતા આજે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનામાં આગઝરતી તેજી જોવા મળી હતી અને ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૨૦થી ૧૨૨૫ ઉછળીને રૂ. ૬૬,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા. તેમ જ ચાંદીમાં પણ સટ્ટાકીય આકર્ષણે ભાવ કિલોદીઠ રૂ. ૧૧૫૯ની તેજી સાથે રૂ. ૭૫,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા.
(વિગતવાર અહેવાલ માટે જુઓ પાના નં. ૧૧)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button