IPL 2024સ્પોર્ટસ

આઇપીએલના ટાઇટલ માટે કોણ ફેવરિટ?

ચેન્નઈ: ચેન્નઈ સુપર કિંગ્સ આ વર્ષની આઇપીએલ જીતવા પણ ફેવરિટ છે. એવું થશે તો ધોનીને તેની સંભવત અંતિમ આઇપીએલમાં પણ ટ્રોફીની ભેટ તેના સાથીઓ અપાવશે. નવા કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડના માથે ટાઇટલ-વિજયની મોટી જવાબદારી છે.

હાર્દિક પંડ્યા મુંબઈનો નવો કૅપ્ટન બન્યો છે અને તેની ટીમ પણ ટાઇટલ મેળવવા ફેવરિટ છે. એ મુંબઈનું છઠ્ઠું ટાઇટલ કહેવાશે. રોહિત શર્મા માત્ર બૅટર તરીકેના રોલમાં જોવા મળશે. સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, બુમરાહ તેમ જ પીયૂષ ચાવલા અને શ્રેયસ ગોપાલ સહિતના બીજા ખેલાડીઓ હાર્દિકને ટ્રોફી અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપી શકે.

આ પણ વાંચો: આઇપીએલમાં કેપ્ટન તરીકે વિરાટે ફટકાર્યા સૌથી વધુ રન, જીત મામલે ધોની નંબર 1

2008માં સૌપ્રથમ ટ્રોફી જીતનાર રાજસ્થાન રૉયલ્સ આ વખતે થર્ડ-ફેવરિટ મનાય છે. કૅપ્ટન સૅમસનને એ માટે યશસ્વી, બટલર, હેટમાયર, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, અશ્ર્વિન, પોવેલ, બૉલ્ટ, આવેશ, ચહલ કે કુલદીપ સેનની ખાસ મદદ મળી શકે.


હૈદરાબાદને ઘણા ઓછા લોકો ફેવરિટ માનતા હશે, પણ યાદ રહે એનો કૅપ્ટન પૅટ કમિન્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2023 અને 2024નો સૌથી સફળ સુકાની સાબિત થયો છે.

આ પણ વાંચો: આઇપીએલના ઈજાગ્રસ્ત ખેલાડીઓની સૅલરી વિશે શું નિયમ છે?

ત્યાર પછીના ક્રમે બૅન્ગલોર, ગુજરાત, લખનઊ, દિલ્હી, કોલકતા અને પંજાબને ફેવરિટ માનવામાં આવે છે. એમાં ખાસ કરીને બૅન્ગલોરની ટીમની સૌથી મોટી કસોટી છે, કારણકે મહિલાઓની આરસીબી વિમેન્સ પ્રીમિયર લીગનું ટાઇટલ જીતી હોવાથી ફૅફ ડુ પ્લેસીની આરસીબીની ટીમની અને વિશેષ કરીને વિરાટ કોહલી, ગ્લેન મૅક્સવેલ, વગેરે ખેલાડીઓની બહુ મોટી પરીક્ષા છે.


સફળ સુકાની હાર્દિક પંડ્યાની વિદાય બાદ હવે ગુજરાત ટાઇટન્સ ટીમની કમાન શુભમન ગિલને સોંપાઈ છે એટલે તેના માથે પણ મોટી જવાબદારી છે. દિલ્હી કૅપિટલ્સને રિષભ પંત પાછો મળી ગયો છે, પણ તે વિકેટકીપિંગ ઉપરાંત બૅટિંગની બન્ને જવાબદારીમાં કેટલો સફળ થશે એ જોવું રહ્યું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત