મરણ નોંધ

જૈન મરણ

દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધારી નિવાસી હાલ (કામરેજ – સુરત) મહેન્દ્રભાઈ નરભેરામ રૂપાણી (ઉં. વ. ૭૮) તે જ્યોત્સ્નાબેનના પતિ. સ્વ કાંતીભાઇ, પ્રફુલભાઈ, જયાબેન જયંતીલાલ દેસાઈ, સ્વ.જશીબેન જયંતીલાલ ઘેલાણી, ઈલાબેન વસંતરાય તુરખીયાના ભાઈ. હિતેષ, અમીત ના પિતાશ્રી. અ.સૌ મેઘના, અ.સૌ નીશાના સસરા. જગમોહન પ્રભુદાસ દોશીના જમાઈ. તા ૭-૯-૨૩ ને ગુરૂવારના અરિહંતશરણ પામેલ છે, પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પોરબંદર દશા શ્રીમાળી જૈન
હાલ કાંદિવલી -ઈસ્ટ ગિરીશભાઈ હરકીશનદાસ ભણસાલી, (ઉં. વ. ૮૬) તે શનિવાર તા. ૯-૯-૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે કુસુમબેનના પતિ. સ્વ. વિજુભાઈ, સ્વ.ચંપકભાઈ, હિરાલાલભાઈ, સ્વ. લલિતાબેનના ભાઈ. તે દેવીદાસ પરમાનંદદાસના જમાઈ. તે મનીષ, ચિન્મય, હિમાંશુ, દર્શિકાના પિતાશ્રી તથા ચેતના, નેહલ, અવનીના સસરા તથા સ્વ. કનૈયાલાલ પરીખ, સ્વ. સુમનલાલ દડીયા, ચંદ્રકાન્તભાઈ શાહ તથા પ્રફુલ્લભાઈ મહેતાના વેવાઈ.
ઝાલાવાડી વિશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાયલા નિવાસી (સુરેન્દ્રનગર)હાલ સાયન – કોલીવાડાના રહેવાસી, ચંદન બેન શાન્તિલાલ શાહ, (ઉં. વ. ૮૨) તા.૯/૯/૨૩ શનિવારના રોજ અરિહંત શરણ પામેલ છે. તેઓ સ્વ.શાંતિલાલ ત્રિભોવનદાસ શાહના ધર્મપત્ની, સ્વ. કેતન અને મમતાના માતુશ્રી. ભાવેશ જયવંતલાલ મેહતાના સાસુ. પિયર પક્ષે સ્વ.શાંતિલાલ ઠાકરશી પરીખના સુપુત્રી. વિરેન, અનિલ, પુષ્પાબેન, પ્રફુલ્લ બેન, કુંદન બેન, તથા રેખા બેનના બેન. દ્રષ્ટિ અને શ્રુષ્ટિના નાની. પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
પત્રીના વિનોદ (વિનુ) રામજી ધરોડ (ઉં. વ. ૬૩) રાજકોટ મધ્યે તા. ૬-૯-૨૩ના અવસાન પામેલ છે. દેમુબેન કચુ ભીમશીના પૌત્ર. સ્વ. તેજબાઇ રામજીના પુત્ર. સ્વ. વલ્લભજી, સ્વ. કાંતીલાલ, બેરાજાના સ્વ. રૂક્ષ્મણી તલકશીના ભાઇ. વડાલાના સ્વ. પાનબાઇ મુરજી લધુ સોનીના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ફોન આવકાર્ય. ઠે. કેતન ધરોડ, રૂમ નં. ૮, ડાહ્યાભાઇ મેન્શન, સ્ટેશન રોડ, મલાડ (વે.), મુંબઇ-૬૪.
કારાઘોઘાના માતુશ્રી રતનબેન નાગજી કારૂ વીરાના દીકરી દિવાળી વસંતરાય મર્ચન્ટ (ઉં. વ. ૮૭) ગામ ધોલેરા હાલે કાંદીવલીમાં ૦૮-૦૯-૨૦૨૩ના અવસાન પામ્યા છે. તે વસંતરાય શાંતીલાલના પત્ની. રશ્મી, નીતીન, પારૂલ, નીના, ફાલ્ગુનીના માતુશ્રી. પ્રેમજી, મોટી ખાખરના સુંદર નેમચંદ દેઢીયા, રાજેશના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ફાલ્ગુની મર્ચન્ટ, ડી-૭૦૩, રીવેરા બીલ્ડીંગ, લોખંડવાલા કોમ્પલેક્સ, કાંદીવલી (પૂ.).
દેશલપુર (કંઠી)ના નવિન મેઘજી દેઢીયા (ઉં. વ. ૬૨) ૯-૯-૨૩ના અવસાન પામેલ છે. મણીબેન મેઘજીના પુત્ર. ભાવનાના પતિ. વિરાજના પિતા. ભવાનજી, શાંતીલાલ, ખેમચંદ, કીર્તી, વિમળા, તારા, વનીતાના ભાઇ. વનીતા વલભજી સાવલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નવિન મેઘજી, ૨૦૩, ફ્લોર સો. દેરાસરની સામે, પવઇ, મું. ૭૬.
મેરાઉના શ્રી વશનજી (મામા) રામજી વીરા (ઉં. વ. ૭૩) તા. ૮-૯-૨૩ ના અવસાન પામેલ છે. મીઠાબાઇ રામજીના પુત્ર. સ્વ. જયવંતીના પતિ. અશ્ર્વીન, ભાવેશ, ભાવના, પ્રિતીના પિતા. કલ્યાણજી, નાગલપુરના હિરબાઇ ખેરાજ, ગોધરાના ખેતબાઇ/ચંચળબેન પાસુ, નાંગલપુરના મેઘબાઇ વીરજી, મેરાઉના લક્ષ્મીબેન શામજી, લાયજાના મણીબેન લાલજીના ભાઇ. રાયણના રતનબેન શામજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. અશ્ર્વિન વીરા, ૨૭/૨૯, સુરજી વલ્લભદાસ, ૨જે માળે, ગણપતરાવ કદમ માર્ગ, વરલી નાકા, મુંબઈ-૧૮.
જામનગર હાલારી-એસ. વી. જૈન
મુકેશભાઇ લાલચંદ મહેતા (ખીલોસવાળા) હાલ ચાલીસગામ તેમના દીકરા કવિશકુમાર હાલ મીરારોડના ધર્મપત્ની અ. સૌ. કાજલબેન (ઉં. વ. ૩૬) તે છત્રાસા નિવાસી હાલ મીરારોડ ભાવનાબહેન તથા દિલીપભાઇ મૂલચંદ દોશીની દીકરી. તે તનિષ્કાની મમ્મી. ધર્મેશ, વિશાલની બહેન. દિશાબેન ધર્મેશની નણંદ. સ્વ. વજુભાઇ પ્રફુલાબેન, અનિલભાઇ, સ્વ. પુષ્પાબેન, ભુપતભાઇ કલ્પનાબેન, ઇલાબેન કિર્તીકુમાર મહેતાની ભત્રીજી. તથા અજયભાઇ શિલ્પાબેન, ગીરીશભાઇ અલ્કાબેન, વિપુલભાઇ જેમીનીબેન, મનીષભાઇ મિતાબેન, ભારતીબેન જીતેન્દ્રભાઇ શાહની ભાણેજ. તા. ૬-૯-૨૩ના બુધવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
મૂળી નિવાસી હાલ સાંતાક્રુઝ ડો. વિપીન છોટાલાલ શાહ (ઉં. વ. ૮૫) તે કોકિલાબેનના પતિ. પારૂલ રાજેશ મણિયાર, અપર્ણા જયેશ વીરા અને મનિષા આસિત શાહના પિતા. અદિત-ક્ષિતિજા, અનુજા, અમીલ, તાન્યા અને નીલના નાના. સ્વ. ગુણવંતભાઇ, સ્વ. ધરમચંદભાઇ અને સ્વ. શારદાબેનના નાનાભાઇ. તે સ્વ. જીવણલાલ અમુલખ કુવાડિયાના જમાઇ. શનિવાર, તા. ૯-૯-૨૩ના અરિહંતશરણ થયા છે. પ્રાર્થનાસભા, સોમવાર, તા. ૧૧-૯-૨૩ના સાંજે ૭-૩૦થી ૯. ઠે. આજીવાસન હોલ, એસ. એન. ડી. ટી. કોલેજની બાજુમાં, જુહુતારા રોડ, સાંતાક્રુઝ (વેસ્ટ) ખાતે રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button