નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણીઃ ભાજપે માત્ર 9 ઉમેદવારની ત્રીજી યાદી બહાર પાડી પણ

તેલંગણાના પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજન ચેન્નઈ સાઉથથી ચૂંટણી લડશે

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)ની તારીખની જાહેરાત પછી સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) બે વખત પોતાના ઉમેદવારની જાહેરાત કરી હતી, જેમાં આજે ત્રીજી યાદી બહાર પાડી હતી. આમ છતાં ફક્ત નવ ઉમેદવારના નામ જાહેર કરીને સૌને ચોંકાવ્યા છે. આજની ત્રીજી યાદીમાં ચેન્નઈ સાઉથથી પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજનને પોતાના ઉમેદવાર જાહેર કર્યાં છે, જ્યારે કોઈમ્બ્તુરથી ભાજપના તમિલનાડુના પ્રદેશપ્રમુખ અન્નામલાઈને ટિકિટ આપી છે.

આજની ભાજપની ત્રીજી યાદીમાં અત્યાર સુધી 9 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સૌથી મોટું નામ તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઇનું છે. કે. અન્નામલાઇને ભાજપે કોઇમ્બતુરથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે દક્ષિણ ચેન્નઇ લોકસભા બેઠક ઉપરથી તેલંગણાના ભૂતપૂર્વ રાજ્યપાલ તમિલસાઇ સુંદરારાજનને ઉમેદવાર જાહેર કર્યાં છે.

ચેન્નઇ મધ્યની બેઠક ઉપરથી ભાજપે વિનોજ પી. સેલ્વમને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે, જ્યારે વેલ્લુરથી એ. સી. શનમુગમ, કૃષ્ણાગિરીથી સી. નરસિંહમ, નિલગિરીથી એલ મુરુગનને ઉમેદવારી આપવામાં આવી છે. પેરમબલુરથી ટી. આર. પારીવેનધર અને થુથુક્કુડીથી નૈનાર નાગેન્દ્રનને ટિકિટ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ યાદીમાં છેલ્લું નામ પોન. રાધાકૃષ્ણનનું હતું, જેમને ભાજપે ક્ન્યાકુમારીથી ઉમેદવારી આપી છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે તેલંગણાના પૂર્વ રાજ્યપાલ ડો. તમિલિસાઈ સુંદરરાજને પોતાના પદ પરથી રાજીનામું આપ્યા પછી ભાજપમાં જોડાયા હતા. તમિલનાડુના ભાજપની કચેરીએ પહોંચ્યા પછી ફટાકડાં ફોડવામાં આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે તમિલનાડુમાં ભાજપનો વિકાસ જોઈને ખુશ છું. રાજ્યમાં જે ગઠબંધન કરવામાં આવ્યું છે, જે વિકાસ દર્શાવે છે.
અહીં એ જણાવવાનું કે ભાજપે અત્યાર સુધીમાં 276 ઉમેદવારના નામ જાહેર કર્યા છે, જેમાંથી બે ઉમેદવાર તો ચૂંટણી લડવાની મનાઈ કરી ચૂક્યા છે. અત્યાર સુધીમાં 274 ઉમેદવાર છે. પહેલી યાદીમાં 195 અને બીજી યાદીમાં 72 તથા ત્રીજી યાદીમાં નવ ઉમેદવારનો સમાવેશ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button