મનોરંજન

Hydrabad Policeએ કરી સાઉથના આ સુપરસ્ટારની ધરપકડ, ફોટો થયા વાઈરલ…

પેન ઈન્ડિયા સ્ટાર અલ્લુ અર્જુનની ફેન ફોલોઈંગ એકદમ જોરદાર છે. ફેન્સ પણ ખૂબ જ આતુરતાપૂર્વક અલ્લુ અર્જુનની ફિલ્મની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. અત્યારની વાત કરીએ તો અલ્લુ અર્જુન સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટારમાં કરવામાં આવે છે. હવે એવા સમાચાર સાંભળવા મળી રહ્યા છે કે અલ્લુ અર્જુનની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ચાલો જોઈએ શું છે આ સમાચાર પાછળની હકીકત…

હાલમાં અલ્લુ અર્જુન પોતાની આગામી ફિલ્મ પુષ્પા-ટુની શૂટિંગમાં બિઝી છે અને આ ફિલ્મમાં તેની સાથે રશ્મિકા મંદાના પણ જોવા મળી રહી છે. જોકે, સોશિયલ મીડિયા પર એક સમાચાર વાઈરલ થઈ રહ્યા હતા કે જેમાં અલ્લુ અર્જુનની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર અલ્લુ અર્જુનના આરટીઓ ઓફિસમાં સાઈન કરતાં ફોટો પણ વાઈરલ થયા હતા.

જોકે, હવે મળી રહેલી માહિતી પ્રમાણે આ સમાચાર તદ્દન ખોટા છે અને પોલીસ દ્વારા અલ્લુ અર્જુનની ધરપકડ નથી કરવામાં આવી. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ ફોટો પાછળની હકીકત વિશે વાત કરીએ તો એક્ટર પોતાના ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાઈસન્સના કામ માટે હૈદરાબાદ આરટીઓ પહોંચ્યો હતો.

અલ્લુ અર્જુન પુષ્પા- ધ રુલના સ્પેશિયલ શૂટિંગ પરમિટને કારણે ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાઈસન્સ લેવા માટે હૈદરાબાદ આરટીઓ ઓફિસ પહોંચ્યો હતો. ડિરેક્ટરે ફિલ્મમાં કેટલાક હાઈ ઓક્ટેન સીન્સ શૂટ કરવાનું પ્લાનિંગ કર્યું છે અને એ માટે એક્ટર પાસે ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાઈસન્સ હોવું જોઈએ, જેથી શૂટિંગ સમયે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે.
હવે આ માહિતી બાદ એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે સોશિયલ મીડિયા પર જે ફોટો જોવા મળ્યા હતા એ એક્ટરની ધરપકડના નહોતા અને તેની ધરપકડ થઈ હોવાના અહેવાલો પણ ખોટા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button