Bollywood: જન્મની સાથે જ આ હીરોઈનની થઈ ગઈ હતી બીજા બાળક સાથે અદલાબદલી
હૉસ્પિટલોમાં બાળક બદલાઈ જવાના કિસ્સા બનતા રહેતા હોય છે. આવો જ એક કિસ્સો એક ખૂબ જ જાણીતી અભિનેત્રી સાથે બન્યો હતો, પરંતુ અભિનેત્રીની કથ્થઈ આંખોએ તેને પોતાની અસલી માતા સુધી થોડી મિનિટોમાં પહોંચાડી દીધી હતી. આ વાત છે રાણી મુખરજીની.
આજે જન્મ 21 માર્ચ 1978ના રોજ રાણી મુંબઈમાં થયો હતો. એક ઈન્ટરવ્યુમાં રાણીએ જણાવ્યું હતું કે માર જન્મ બાદ મારી માતા કૃષ્ણા મુખર્જીએ મને જોઈ અને પછી તેને કિડ્સ વોર્ડમાં લઈ જવામાં આવી. થોડા સમય પછી, જ્યારે નર્સે બાળકીને કૃષ્ણા મુખર્જીને સોંપી, તો તેને જોતા જ માને શંકા થવા લાગી. તેની નજર પડતાં જ તેણે જોયું કે મારી બાળકીની આખો તો અલગ હતી પણ આ બાળકીની આંખો ડાર્ક બ્રાઉન નથી.
તેણે નર્સને કહ્યું આ મારું બાળક નથી. આ છોકરીની આંખો બ્રાઉન નથી, મારી દીકરીની આંખો બ્રાઉન છે, તેને શોધો. બીજી તરફ, રાણીને પંજાબી પરિવારને સોંપવામાં આવી હતી. જ્યારે તેની શોધ શરૂ થઈ ત્યારે ખબર પડી કે રાણીને પંજાબી પરિવારને સોંપવામાં આવી છે. રાણીની માતા તે વોર્ડમાં ગઈ અને તેની પુત્રીને પાછી લઈ આવી. જો રાણીની આંખો ને માનું દિલ તેને ઓળખી શક્યું ન હોત તો રાણી લગભગ પંજાબી પરિવારમાં ઉછરી હોત. જોકે રાણીનો જન્મ બંગાળી પરિવારમાં થયો પણ હાલમાં તે પંજાબી પરિવારની વહુ છે.
રાણીએ એક કિસ્સો એ પણ શેર કર્યો હતો. ફિલ્મ રાજા કી બારાતમાં રાણીનો અભિનય જોઈ અભિનેતા આમિર ખાને તેને વિક્રમ ભટ્ટની ફિલ્મ ગુલામમાં પોતાની હીરોઈન તરીકે લેવા સજેસ્ટ કર્યું હતું. જોકે આમિરને રાણીનો અવાજ ગમ્યો ન હતો, આથી ભટ્ટે તેનાં ડાયલોગ્સ ડબિંગ આર્ટિસ્ટ પાસે ડબ કરાવ્યા હતા. ત્યારહબાદ રાણીએ કરણ જોહર સાથે કૂછ કૂછ હોતા હૈ કરી, જેમાં કરણે તેનો ઓરિજલ અવાજ જ યુઝ કર્યો હતો અને લોકોને તે ખૂબ ગમ્યો હતો. આ વાત જ્યારે આમિરના ધ્યાનમાં આવી ત્યારે આમિરે રાણીની માફી માગી હતી.