મનોરંજન

હું ફની છું એટલે હું સારી અભિનેત્રી નથી એવું નથી : સારા અલી ખાન

મુંબઈ: સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી અભિનેત્રી સારા અલી ખાન બૉલીવૂડની ટોચની અભિનેત્રીમાંથી એક છે. ફિલ્મોમાં બિન્દાસપણે પોતાનો રોલ કરનારી સારાએ સોશિયલ મીડિયા પર હસી-મજાક કરતી અનેક પોસ્ટ કરી છે. સારા અલી ખાનની ફિલ્મો અને તેના પર લોકો જોક્સ અને હાસ્યાસ્પદ કમેન્ટ કરતાં હોય છે. સારાએ આ બાબતે કહ્યું હતું કે જો લોકો મારામાં ગંભીરતાની કમી છે એવું માની લે છે તો તેમાં ચોંકવાની બાબત નથી.

સારા અલી ખાને પોતાના સ્વભાવ અંગે કહ્યું હતું કે હું ભલે લાઉડ અને બિન્દાસ ગર્લ છું, જેથી અનેક વખત લોકો માટે સિરિયસ નથી ગણતાં. 2018માં સુશાંત સિંહ રાજપૂત સાથે સારાએ ‘કેદારનાથ’ આ ફિલ્મથી પોતાનું બૉલીવૂડ ડેબ્યું કર્યું હતું. આ ફિલ્મ બાદ સારાના રોલથી તેની એક ‘કોન્ફિડન્સ યંગ ગર્લ’ તરીકે ઓળખ બની ગઈ હતી સાથે જ તે અનેક કોમેડી રોલમાં પણ જોવા મળી હતી.

કોમેડી અને ફની સ્વભાવને લીધે મને નુકસાન થયું હોવાનું સારાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું. હું ફની અને લાઉડ અને બિન્દાસ છું એટલે લોકોને લાગે છે કે મને માત્ર આટલું જ આવડે છે. જો હું બે કપ કૉફી પી લઉં તો હું પણ તમારી સાથે એડલ્ટ જોક કહી શકું છું, પણ તેનો અર્થ એમ નથી કે મારામાં શિષ્ટાચાર નથી. મારામાં સેન્સ ઓફ હ્યુમર અને સેલ્ફ રિસ્પેક્ટ બંને છે, પણ લોકો એવું માને છે કે મારામાં બે વસ્તુ એક સાથે નથી, એવો ખુલાસો સારાએ કર્યો હતો.

સારાએ આગળ કહ્યું હતું કે મારી ઓન સ્ક્રીન ઇમેજ અને પર્સનાલિટીમાં કોઈ તફાવત કે અંતર નથી. હું અનેક વખત જુદા રોલ કરવાનો પ્રયત્ન કરું છું પણ મને લોકો ગંભીરતાથી નહીં લેશે તેનો ખતરો છે. તાજેતરમાં સારા અલી ખાનની ‘એ વતન મેરે વતન’ ફિલ્મ રીલીઝ થઈ છે. આ ફિલ્મ સ્વતંત્રતા સેનાની ઉષા મહેતાના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે બ્રિટિશ પ્રશાસન દરમિયાન કઈ રીતે તેમણે અંડર ગ્રાઉન્ડ રેડિયો શરૂ કરીને ભારત છોડો યાત્રા આંદોલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. આ ફિલ્મમાં સારા સ્વતંત્રતા સેનાની ઉષા મહેતાના રોલમાં જોવા મળી રહી છે, જેને પસંદગી મળી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button