આપણું ગુજરાત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે

ઇ-એસેમ્બલીનું ૧૩મીએ કરશે લોકાર્પણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે અને ગુજરાત વિધાનસભાની મુલાકાત લઈને ૧૩ તારીખે ઇ-એસેમ્બલીનું લોકાર્પણ કરશે.
રાષ્ટ્રપતિ તા. ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરની ગુજરાતની મુલાકાત દરમિયાન લોકાર્પણ અને લોન્ચિંગનાં કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત તેઓ ગુજરાત વિધાનસભાની મુલાકાત લઈને વિધાનસભાને સંબોધન પણ કરશે તેમ જ ગુજરાતની ઇ-એસેમ્બલીનું લોકાર્પણ કરશે.
મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ ૧૨ સપ્ટેમ્બરનાં રોજ ગુજરાત આવશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રપતિને વિશેષ આમંત્રણ આપીને મુલાકાત માટે નિમંત્રણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ રાજભવનથી આયુષ્માન ભવ: એપ્લિકેશનનું પણ લોન્ચિંગ કરશે.
ગુજરાત ભાજપમાં ઉકળતો ચરુ : મનસુખ વસાવા પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાંથી ચાલ્યા ગયા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button