નેશનલ

વાહ યુપી પોલીસ! રાત્રે એન્કાઉન્ટરમાં પગે ગોળી વાગી અને સવારે ફરજ પર હાજર

યોગી આદિત્યનાથના નેતૃત્વમાં યુપી પોલીસ તેમના એન્કાઉન્ટર અને બંદૂકોની ધાંય ધાંય માટે પ્રખ્યાત છે. આ વખતે પણ યુપી પોલીસ બદાઉનના એન્કાઉન્ટર માટે ચર્ચામાં છે. આ એન્કાઉન્ટરમાં એક સબ ઇન્સ્પેક્ટરને પણ ગોળી વાગી હતી. પોલીસે રાત્રે ગુનેગારનું એન્કાઉન્ટર કર્યું હતું જે સમયે સબ ઇન્સ્પેક્ટરને પણ પગમાં ગોળી વાગી હતી. તેમને જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તેઓ બીજા દિવસે સવારમાં જ ફરજ પર હાજર થઇ ગયા હતા જેને કારણે
બધાને આશ્ચર્ય થયું હતું.

જ્યારે બદાઉન ડબલ મર્ડરના આરોપી સાજિદે પોલીસ પર ફાયરિંગ શરૂ કર્યું ત્યારે સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ સ્ટેશન ઇન ચાર્જ ગૌરવ નિશ્નોઇે પરિસ્થિતિ સંભાળી હતી. આ ઓપરેશનમાં તેમના પગમાં ગોળી વાગી હતી અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પણ તેઓ બીજા દિવસે સવારે જ ફરજ પર હાજર થઇ ગયા હતા.

આ ઘટના બદાઉનના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી, જ્યાં મંગળવારે મોડી સાંજે સાજિદ નામનો વ્યક્તિ તેની જ દુકાનની સામે વિનોદ સિંહના ઘરે ગયો હતો. તે સમયે વિનોદ સિંહ ઘરે ન હતો. સાજીદે વિનોદની પત્ની સંગીતા પાસેથી પાંચ હજાર રૂપિયા માંગ્યા હતા અને પૈસા મળતા તે ઘરની છત પર ચઢી ગયો હતો. તે વિનોદના મોટા પુત્ર આયુષ (12)ને પોતાની સાથે લઈ ગયો, જ્યારે અહાન (6) પહેલાથી જ છત પર ગાડી ચલાવી રહ્યો હતો. સાજીદે ધારદાર છરી વડે બંને પર હુમલો કર્યો હતો. જેમાં બંને બાળકોના મોત થયા હતા.

આ હત્યાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ભીડ અને અંધારાનો ફાયદો ઉઠાવીને આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પણ સાજિદ પોલીસના હાથમાં પકડાઇ ગયો હતો. પકડાતા પહેલા તેણે પોલીસ પર ગોળીબાર કર્યો હતો, જેમાં સબ ઇન્સ્પેરક્ટર ઘાયલ થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button