આપણું ગુજરાત

૧૫ લાખની ખંડણી ન મળતાં બાર વર્ષીય સગીરની હત્યા: એકની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતના કડોદરામાં એક મધ્યમવર્ગીય પરિવારને રૂ.૧૫ લાખની ખંડણી ન ચૂકવી શકતાં પોતાના ૧૨ વર્ષના પુત્રને ગુમાવવાનો વારો આવ્યો છે. ગત ૮ સપ્ટેમ્બરે આ બાળક ટ્યુશનથી ઘરે પરત ફરી રહ્યો હતો તે સમયે કેટલાક શખ્સોએ તેનું રિક્ષામાં અપહરણ કરી લીધું અને તે પછી પરિવારને ફોન કરીને સતત ૧૫ લાખ રૂપિયા ખંડણી માંગી ધાકધમકી આપતા હતા. આ બાળકનો અપહરણના ૨ દિવસ બાદ રવિવારે અવાવરુંં જગ્યાએથી મૃતદેહ મળી આવતા પરિવાર ભારે આઘાતમાં છે.
સુરતમાં ડ્રાઇવિંગ કરીને ગુજરાન ચલાવતા સુધીરકુમાર નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના ૧૨ વર્ષના પુત્ર શિવમનું કેટલાક લોકોએ અપહરણ કરી તેમને ખંડણી માટે ફોન કર્યો હતો અને ફોનમાં રૂપિયા ૧૫ લાખ આપવાની અને ન આપે તો શિવમને મારી નાખવાની વાત કરી હતી. આ સાંભળી તેમણે કેટલાક પાડોશીઓનો સહારો લઇ પોલીસ ફરિયાદ કરી હતી.
ફરિયાદ નોંધાવ્યા બાદ તેમને ફરી ખંડણીખોરે ફોન કરી સવાર સુધીમાં રૂપિયા આપવાની વાત કરી હતી અને તેના માણસો નજર રાખી રહ્યા હોવાનું કહી ધમકાવ્યો હતો.
સુધીરકુમારની ફરિયાદને આધારે પોલીસે ટીમ બનાવી બાળકની શોધખોળ કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. શંકાસ્પદ તમામ લોકોની પૂછપરછ હાથ ધરી તેમજ એલસીબી, એસઓજી, રેન્જની ટીમો, તમામ ડીવાયએસપી, તમામ જિલ્લાનો ફોર્સ ખડકીને સર્ચિંગ ઓપરેશન કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button