સ્પેશિયલ ફિચર્સ

પ્યાર કભી મરતા નહીંઃ બ્રેક અપના 22 વર્ષ બાદ મળ્યા આ કપલ અને…

એમ કહેવાય છે કે પ્રેમ શાશ્વત છે. પ્રેમ ક્યારેય મરતો નથી. ભલે તમાં ગમે તેટલી નફરત ભરાઇ જાય, સાથ છૂટી જાય, વર્ષોના વર્ષો સુધી મળવાનું નહીં થાય, બંને વ્યક્તિ એકબીજાથી કોસો દૂર જતી રહે, કે પછી ભલે બે વ્યક્તિ એકબીજાનો ચહેરો જોયા વગર ઉંમર વિતાવી દીધી હોય, પણ દિલને છાને ખુણે ક્યાંકને ક્યાંક પ્રેમ જીવંત રહે છે. જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો, તો તમે એક વીડિયોને જોયો જ હશે. વચ્ચે એક ટેબલ છે, એક ખુરશી પર એક મહિલા બેઠી છે અને એની સામે બીજી ખુરશી પર એક પુરુષ બેઠો છે. સાથેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે બંને તેમના બ્રેકઅપના 22 વર્ષ બાદ મળ્યા હતા. આટલા લાંબા સમયથી બંનેએ એકબીજાના ચહેરા પણ જોયા ન હતા. એક પ્રદર્શન દરમિયાન તેઓ અચાનક સામસામે આવી ગયા. પછી આંખોમાંથી આંસુ રોકાતા નહોતા.

શું તમે જાણો છો કે વીડિયોમાં જોવા મળેલું આ પૂર્વ કપલ કોણ છે? તેમની વાર્તા શું છે? હવે ચાલો આ વિશે જાણીએ. આ ઈમોશનલ વીડિયોમાં દેખાતી મહિલા સર્બિયન પરફોર્મન્સ આર્ટિસ્ટ મરિના અબ્રામોવિક છે. તે અમેરિકાના ન્યુયોર્કમાં રહે છે. તેનું કાર્ય કલાકાર અને તેના પ્રેક્ષકો વચ્ચેના સંબંધને શોધવાનું છે. આ વીડિયો વર્ષ 2010ના પરફોર્મન્સનો છે. જે મરિના ન્યુયોર્ક મ્યુઝિયમ ઓફ મોર્ડન આર્ટ (MoMA) સાથે મળીને કરી રહી હતી. તેનો આ વીડિયો આખી દુનિયામાં જોવા મળ્યો હતો. આજે પણ આ વીડિયો વાયરલ છે.


‘આર્ટિસ્ટ ઈઝ પ્રેઝન્ટ’ નામના આ શોમાં મરિનાનેઘણા સમય સુધી ખુરશી પર બેસવું પડ્યું હતું અને અજાણ્યા લોકોને તેની સામે બેસવા માટે બોલાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન તે એકદમ શાંત હતી. મરિના ન તો એક શબ્દ બોલી કે ન તો ખસી શકતી હતી. તેણે ત્યાં હાજર લોકોની સામે દરરોજ 7 કલાક આ રીતે શાંતિથી બેસી રહેવાનું હતું. પરંતુ એક દિવસ તેણે આ નિયમ તોડી નાખ્યો. કારણ કે સામે બેઠેલી વ્યક્તિ કોઈ અજાણી નહીં પણ તેની પોતાની જ નીકળી હતી, તે તેનો જૂનો પ્રેમ હતો. તેની સામે તેનો ભૂતપૂર્વ પ્રેમી અને પરફોર્મન્સ પાર્ટનર યુલ હતો. તે આવીને મરિનાની સામે બેઠો.

બંને 22 વર્ષથી મળ્યા ન હતા. જ્યારે યુલે મરિનાની સામેની ખુરશી પર બેઠી ત્યારે મરિના ભાવુક થઈ ગઈ. બંનેની આંખો આંસુ તગતગી આવ્યા. મરિના અને યુલે એકબીજાને સ્પર્શ કરવા માટે ટેબલ પર તેમના હાથ આગળ કર્યા. મરિનાએ કહ્યું કે તેણે પ્રોટોકોલ તોડીને ટેબલ પર બેઠેલા યુલનો હાથ પકડી લીધો. તેણે કહ્યું, ‘દરેક જણા ઉત્સાહિત હતા. એ મારી સામે બેસવા આવશે એવી મને કોઈ અપેક્ષા નહોતી. જે ક્ષણે તે આવ્યો ત્યારે બધા જખૂબ જ ભાવુક થઈ ગયા. કારણ કે તેઓ અમારામાં તેમના સંબંધો જોતા હતા.

મરિના અને યુલ પ્રથમ વખત એમ્સટર્ડમમાં 30 નવેમ્બર, તેના જન્મદિવસ પર મળ્યા હતા. બંનેનો જન્મદિવસ એક જ દિવસે હતો. તેમનું બ્રેકઅપ 1970માં થયું હતું. છેલ્લી બેઠક 3 જૂન, 1988ના રોજ થઈ હતી. તેઓએ 1976-1988 સુધી તેમની કલા સાથે સંકળાયેલું કામ સાથે મળીને કર્યું હતું. યુલનું 2020માં 76 વર્ષની વયે અવસાન થયું હતું. જ્યારે મરિના અત્યારે 77 વર્ષની છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?