IPL-2024: MIના Ex અને Current Captain Rohit Sharma And Hardik Pandya આવ્યા આમને સામને અને…
આવતીકાલથી ક્રિકેટપ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એવી IPL-2024 શરૂ થવા જઈ રહી છે અને આ વખતે ફોર એ ચેન્જ IPL-2024ની Mumbai Indian’sની ટીમની કમાન Rohit Sharmaને બદલે Gujarati Titansના Captain Hardik Pandyaને સોંપવામાં આવી છે અને Rohit Sharma ખેલાડી તરીકે રમતો જોવા મળશે.
MIના ફેન્સ ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયથી ખાસ ખુશ હોય એવું લાગતું નથી. પરંતુ હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં MIના Ex અને Current Captain આમને સામને આવતા જોવા મળી રહ્યા છે. બંનેએ આમને સામને આવીને કંઈક એવું કર્યું કે… જેની કલ્પના પણ ક્રિકેટપ્રેમીઓ કે MIના ફેન્સે પણ નહીં કરી હોય. ચાલો જોઈએ શું છે આ વીડિયોમાં…
Mumbai Indian’s દ્વારા સોશિયલ મીડિયા પર આ વીડિયો 20મી માર્ચના પોસ્ટ કર્યો છે પરંતુ ફેન્સ આ વીડિયો બાદ MIને ટ્રોલ કરી રહ્યા છે. વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં Hardik Pandya અને Rohit Sharma એકબીજાને ગળે મળી રહ્યા છે. પરંતુ આ વીડિયો જોઈને ટ્રોલર્સ MIને ટ્રોલ કરી રહ્યા છે.
અમુક યુઝર્સે તો આ વીડિયો જોઈને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રોહિત હાર્દિકને ગળે લગાવવામા મૂડમાં નથી તો વળી કેટલાક યુઝર્સે એવી ફરિયાદ પણ કરી હતી કે MI દ્વારા કમેન્ટ્સ ડિલીટ કરવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારથી MIની તકમાન હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે ત્યારથી તે અનેક વખત સોશિયલ મીડિયા પર ફેન્સના નિશાના પર આવી ચૂક્યો છે. આ સિવાય હાલમાં જ યોજાયેલી Mumbai Indian’sની પ્રેસકોન્ફરન્સમાં હાર્દિક રોહિતની કેપ્ટનશિપ અને ગુજરાત ટાઈટન્સની ટીમ વિશે પૂછવામાં આવેલા સવાલ પર અસહજ થઈ હતો. જોકે, તેમ છતાં તેણે એટલું ચોક્કસ જ કહ્યું હતું કે રોહિતનો હાથ આ પૂરી સિઝનમાં મારા ખભા પર ચોક્કસ રહેશે.
આ સિવાય ગઈકાલે જ MI દ્વારા સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં ટીમના ખેલાડીઓ ફરતાં જોવા મળ્યા હતા, પણ આ વીડિયોમાં પણ રોહિત શર્મા જોવા નહોતો મળ્યો. આ કારણે પણ સોશિયલ મીડિયા પર MIને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.