કુંવારી યુવતી પર જો રંગ ઉડાવ્યો તો કરવા પડશે લગ્ન, હોળીને લઈને અહી છે અનોખી પરંપરા
સમગ્ર ભારતમાં હોળી-ધૂળેટીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવારમાં હોલિકા દહન અને રંગોથી રમવું તે મુખ્ય ઉજવણી છે (Holi 2024). પરંતુ દેશ ભરમાં આ તહેવારને અલગ અલગ પરંપરા અને માન્યતા સાથે ઉજવવામાં આવે છે. દેશના અલગ અલગભાગમાં તેની ઉજવણીઓ પણ એક કરતાં અલગ પડતી આવે છે. આજે આપણે અહી તેવી જ એક ઉજવણીની વાત કરીશું કે જ્યાં હોળી પર રંગોથી રમવામાં તો આવે છે પરંતુ આ એક ખાસ વાતનું ધ્યાન રાખવામા આવે છે.
હર્ષોલ્લાસ સાથે રંગોથી હોળી રમવા પર ઝારખંડના સંથાલ સમાજમાં એક અનોખી પરંપરા છે. અહી કોઈ પણ કુંવારી છોકરી પર રંગ લગાવવામાં આવતો નથી. એટ્લે કે માની લોકે કોઈ કુંવારી દીકરીને કા તો તેના પિતા અથવા તો ભાઈ જ તેને રંગ લગાવી શકે છે. કોઈ પર પુરુષ (તેના પિતા કે ભાઈ સિવાય) જો કુંવારી છોકરી પર રંગ ઉડાવે છે તો તે છોકરાએ તેની સાથે લગ્ન કરવા પડે છે.
મીડિયા સાથે વાત કરતાં સ્થાનિક પ્રખ્યાત સાહિત્યકાર જણાવે છે કે રંગો સાથે હોળી રમતા સમયે લોકો ખાસ કરીને યુવાન છોકરાઓ પોતાની મર્યાદા ઓળંગી જતાં હોય છે.જેને લઈને પૂર્વજોએ આ નિયમ બનાવ્યો હતો.
મહિલાઓની સુરક્ષા અને સન્માનને ધ્યાનમાં રાખીને આ નિયમ બનાવમાં આવ્યો હતો જેથી નિશ્ચિંત થઈને મહિલાઓ અને યુવતીઓ હોળી રમી શકે. અજાણી યુવતી પર રંગ નાંખવાને દંડ અને લગ્ન કરી લેવાની શરતના નિયમોને કારણે આજે પણ યુવાનો કુંવારી યુવતીઓ પર રંગ નાંખતા નથી.