નવી દિલ્હી: ભ્રામક જાહેરાતો અને પ્રોડક્ટ્સ અંગે ખોટા દાવાઓ બદલ સુપ્રીમ કોર્ટે(Supreme Court) બાબા રામદેવ(Baba Ramdev) અને આચાર્ય બાલકૃષ્ણ (Acharya Balkrishna) તથા તેમની આગેવાની હેઠળની પતંજલિ આયુર્વેદ(Patanjali Ayuved) કંપનીને નોટીસ ફટકારી હતી. આગામી સુનાવણી 2જી એપ્રિલના રોજ થવાની હતી, એ પહેલા આજે પતંજલિ આયુર્વેદે આ કેસ અંગે બિનશરતી માફી માંગી છે.
સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ બંનેને કન્ટેમ્પ્ટ નોટિસનો જવાબ ન આપવા બદલ 2 એપ્રિલે કોર્ટમાં રૂબરૂ હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આજે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સંક્ષિપ્ત એફિડેવિટમાં, આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે કંપનીની જાહેરાતોમાં અપમાન જનક શબ્દો બદલ અમને ખેદ છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે કંપની અને બાલકૃષ્ણને અગાઉ પાઠવવામાં આવેલી કોર્ટની નોટિસ પર જવાબ દાખલ ન કરવા પર કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે નોટિસ કંપનીને નોટીસ પાઠવી હતી જેમાં પૂછવામાં આવ્યું હતું કે કોર્ટને આપવામાં આવેલા બાંયધરીનું ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે કન્ટેમ્પ્ટની કાર્યવાહી શા માટે શરૂ ન કરવી જોઈએ.
Also Read:
https://bombaysamachar.com/national/patanjali-anti-vaccine-ads-criticized-supreme-court/
સુપ્રીમ કોર્ટે ‘ઇન્ડિયન મેડિકલ એસોસિએશન’ (IMA) ની અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં બાબા રામદેવ પર કોવિડ-19 વેક્સિનેશન અભિયાન અને આધુનિક દવાઓ વિરુદ્ધ અભિયાન ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.