લાડકી

પ્લાઝો? વાઇ નોટ!

ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર

પ્લાઝો એટલે લુઝ પેન્ટ્સ. જે માપ કમર પર હોય તેજ માપ નીચે બોટમ સુધી હોય તેને પ્લાઝો કહેવાય. પ્લાઝો મોટે ભાગે કોટન, સિલ્ક અને લિનન ફેબ્રિકમાં આવે છે. કોટન, સિલ્ક અને લિનનના પ્લાઝો અલગ અલગ લુક આપે છે. પ્લાઝો એ સમર માટે બેસ્ટ ઓપશન છે. પ્લાઝો એટલે કમ્ફર્ટ અને સ્ટાઇલ. પ્લાઝો કોટન, સિલ્ક અને લિનન ફેબ્રિકમાં હોય છે જેથી પ્લાઝોનો લુક ત્રણેય ફેબ્રિકમાં અલગ આવે છે. પ્લાઝોને તમે કેઝ્યુઅલી, ફોર્મલી અને પાર્ટી વેર તરીકે પહેરી શકો. પ્લાઝોની ખાસિયત એ છે કે, પ્લાઝો સાથે કઈ પણ મિક્સ એન્ડ મેચ કરી પેહરી શકાય.

કેઝ્યુઅલી – કેઝ્યુઅલ પ્લાઝો ખાસ કરીને કોટન, રેયોન અને હોઝિયરી ફેબ્રિકમાં આવે છે. લાંબી પાતળી યુવતીઓ પર પ્લાઝો ખૂબ સુંદર લાગે છે.કોલેજમાં જતી યુવતીઓ પ્લાઝો સાથે ક્રોપ ટોપ મીક્સ એન્ડ મેચ કરી પહેરી શકે. જો તમારું શરીર સુડોળ હોય તો પ્લાઝો સાથે હોલ્ટર ટોપ અથવા ઑફ શોલ્ડર ટોપ પણ પહેરી શકાય. કેર ફરી લુક ક્રિએટ કરવા માટે પ્લાઝો સાથે ઓવર સાઈઝનું ટી-શર્ટ પેહરી તેને ઈનટક કરી શકાય અને સ્લીવ્સને થોડી ફોલ્ડ કરી લેવી.જો તમારું શરીર થોડું ભરેલું હોય અને તમને પ્લાઝો પહેરવા હોય તો તમે હિપ લેન્થનું કોઈ ફેન્સી ટોપ પેહરી શકો અથવા હિપ લેન્થની શોર્ટ કુર્તી પહેરી શકો. કોઈ પણ કલરના પ્રિન્ટેડ પ્લાઝો સાથે પ્લેન ટી-શર્ટ મિક્સ એન્ડ મેચ કરી પહેરી શકાય. પ્રિન્ટેડ પ્લાઝો સાથે પ્લેન ટી-શર્ટ અને તેની સાથે ડેનિમનું જેકેટ પણ એક કેઝ્યુઅલ લુક આપી શકે.

પ્લાઝો સાથે શોર્ટ અથવા લોન્ગ શ્રગ પણ સારા લાગી શકે.ડીપેન્ડિંગ તમારી હાઈટ કેટલી છે, તે પ્રમાણે શ્રગની લેન્થ નક્કી કરવી.કેઝ્યુઅલી જયારે તમે પ્લાઝો સાથે ટી શર્ટ પહેર્યું હોય ત્યારે તેની સાથે સ્લીપર્સ સારા લાગશે. જો પ્લાઝો સાથે તમે લોન્ગ પ્રિન્ટેડ શ્રગ પહેર્યું હોય ત્યારે પગમાં કોલ્હાપુરી ચપ્પલ પહેરી શકાય. અને કેર ફ્રી લુક માટે તમે પ્લાઝો સાથે સ્પોર્ટ્સ શૂઝ પણ પહેરી શકો. પ્લાઝોમાં થોડા ફલેરી પ્લાઝો પણ આવે છે. જે પહેરવાથી સ્કર્ટ જેવા લાગે છે. જેમનું શરીર થોડું ભરેલું હોય તે સ્કર્ટ સ્ટાઇલ પ્લાઝો પહેરી શકે. થોડો બ્રોડ લુક આવે છે પરંતુ સ્કર્ટ સ્ટાઇલ પ્લાઝો સાથે કોઈ પણ શોર્ટ ઇન્ડિયન સ્ટાઇલ ટોપ મિક્સ એન્ડ મેચ કરી શકાય. તમારા બોડી ટાઈપ પ્રમાણ ટોપની લેન્થની પસંદગી કરવી.

ફોર્મલ – ફોર્મલી પ્લાઝો પહેરવા માટે લીનનના પ્લાઝો પહેરી શકાય. લિનનના પ્લાઝો સાથે હાઈ નેકવાળું ટોપ અથવા શર્ટ પહેરી એક ફોર્મલ લુક આપી શકાય.જો તમને પ્લેન પ્લાઝો ન પહેરવા હોય તો,સ્ટ્રાઈપ વાળા પ્લાઝો ખૂબ સુંદર લાગશે. થીન સ્ટ્રાઈપ વાળા પ્લાઝો કે બોલ્ડ સ્ટ્રાઈપ વાળા પ્લાઝો તે તમારા બોડી ટાઈપ પ્રમાણે નક્કી કરી પહેરી શકાય. જયારે પ્લાઝો તમે ફોર્મલી પહેરો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે તમે બેલ્ટ પહેરો. બેલ્ટ પહેરવાથી તમારા લુકને એક કમ્પ્લીટ લુક મળશે. જો પ્લાઝો અને ટોપ સેમ કલરનું હોય તો તમે કોન્ટ્રાસ્ટ કલરનો બેલ્ટ પહેરી શકો. જો તમે કોન્ટ્રાસ્ટ કલરનો બેલ્ટ પહેરો છો તો તેની સાથે તમારી હિલ્સ પણ કોન્ટ્રાસ્ટ કલરની હોવી જોઈએ અને સાથે તમારી હેન્ડ બેગ પણ મેચ થવી જોઈએ. અને જયારે પ્લાઝો ફોર્મલી પહેરવામાં આવે ત્યારે ખાસ કરીને હિલ્સ પહેરવી. હિલ્સ પહેરવાથી એક એલિગન્સી આવે છે અને તમારી હાઈટ પણ થોડી વધારે લાગે જેથી કરી પ્લાઝોનો લુક સારો આવે. જો તમે સિનિયર લેવલ પર હોવ તો તમે સિલ્ક પ્લાઝો સાથે બ્લેઝર પહેરી એક એક્ઝેક્યુટીવ લુક આપી શકો. ઇન્ડિયન વેરમાં પ્લાઝો સાથે હાઈ નેક અથવા ક્લોઝ નેકનો કુર્તો એક ફોર્મલ લુક આપશે. જો તમે લાંબા પાતળા હોવ તો પ્લાઝો સાથે એ-લાઈનનો અથવા કલીદાર કુર્તો સારો લાગી શકે.

પાર્ટી વેર – પાર્ટી વેર તરીકે શિમર પ્લાઝો બેસ્ટ ઓપશન રહેશે.પાર્ટીમાં શિમર પ્લાઝો પહેરવા હોય તો સોલિડ કલર્સ સિલેક્ટ કરવા જેમકે, બ્લેક, ડાર્ક બ્લુ, ઓલિવ ગ્રીન, મરૂન વગેરે. શિમર પ્લાઝો સાથે ફલોઈ ફેબ્રિકમાં ટોપ્સ પહેરવા. જેમકે જે ટોપ્સમાં ૨ કે ૩ લેયરમાં ફ્રિલ હોય, ઑફ શોલ્ડર ટોપ્સ, કે પછી સ્લીવ્સમાં વેરિએશન હોય અથવા તો પેપ્લમ ટોપ્સ કે પછી ટ્રેલ ટોપ્સ. આ બધાજ ટોપ્સ તમારી બોડી ટાઈપ પ્રમાણે સિલેક્ટ કરવા. જો તમારું શરીર સુડોળ હોય તો જ આવા ટોપ્સ પહેરવા. પાર્ટીમાં પ્લાઝો ખૂબ જ સ્માર્ટ લુક આપે છે અને આ લુક કેરી કરવા માટે એક ચોક્કસ પર્સનાલિટીની જરૂર હોય છે. જો તમે તમારા આઉટફિટને લઈને ખૂબ જ સ્યોર હોવ તો જ આ લુક અપનાવજો. પ્લાઝો
આખું શરીર ઢાંકી દે છે અને તો પણ ખૂબ અટ્રેક્ટિવ લાગે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ