લાડકી

મહિલા ખેલાડીઓ માટે પડકારોનો અંત ક્યારે?

વિશેષ -કવિતા યાજ્ઞિક

ઓલિમ્પિકમાં મેડલ્સ જીતીને આવતા લોકો સાથે આપણા વડા પ્રધાન સીધી વાત કરી શકે તે માટે વિશેષ આયોજન કરાય છે તે આપણે જોયું છે. જ્યારે ઓલિમ્પિકમાં મહિલા હોકી ટીમ બ્રોન્ઝ મેડલથી જરા માટે વંચિત રહી ગઈ ત્યારે પણ વડા પ્રધાને તેમની સાથે વાત કરીને તેમને પ્રોત્સાહન આપ્યું હતું. આ જોઈને આપણને ચોક્કસ આનંદ થાય કે દેશના વડા પ્રધાન મહિલા રમતવીરોને આટલું સન્માન અને પ્રોત્સાહન આપે છે. પણ તેમ છતાં સિક્કાની બીજી બાજુ એ છે કે રમતગમતમાં હજી પણ મહિલાઓ સમાનતા અને સુરક્ષિત વાતાવરણથી દૂર છે.

બ્રીજભૂષણ વિવાદ હજી બહુ જૂનો નથી, અને તેનો અંત પણ આવ્યો નથી. આ એવો કિસ્સો છે જે છાપરે ચડ્યો, પણ એવા કેટલાય કિસ્સાઓ હશે જે ક્યારેય લોકોની નજરે પડ્યા નહીં હોય અને મહિલા રમતવીરોએ થાકી, હારીને સંજોગો સાથે સમાધાન કરીને રમત છોડી પણ દીધી હશે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સના ભૂતપૂર્વ વડા વિનોદ રાયે તાજેતરનાં વર્ષોમાં ક્રિકેટમાં ભારતીય મહિલા ખેલાડીઓને જે બેદરકારીનો સામનો કરવો પડ્યો હતો તે અંગે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે જણાવેલું કે મહિલા ક્રિકેટરોને અપાતા યુનિફોર્મ હકીકતમાં પુરુષ ખેલાડીઓના વાપરીને કાઢી નાખેલા જર્સીને કાપીને બનાવી અપાતા હતાં, બોલો! સાવ આવી હાલત?!

ઈંગ્લેન્ડમાં ૨૦૧૭ મહિલા વર્લ્ડ કપ દરમિયાન, ભારત ફાઇનલમાં સ્થાન મેળવવા માટે શક્તિશાળી ઓસ્ટ્રેલિયા સામે હતું. આ એ જ મેચ હતી જેમાં હરમનપ્રિત કૌરે અણનમ ૧૭૧ રન બનાવ્યા હતા અને ભારતને ફાઇનલમાં પહોંચવામાં મદદ કરી હતી. રાયે કહ્યું કે હરમને પછીથી કહ્યું હતું કે તેને ક્રેમ્પ્સ હતાં અને ઊભા ઊભા સીક્સર્સ મારવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આ સમસ્યાનું કારણ એ હતું કે ટીમને મેચ પહેલા યોગ્ય નાશ્તો પણ નહોતો મળ્યો અને માત્ર સમોસા ખાઈને ચલાવી લેવું પડ્યું હતું!

હજી ગયા વર્ષે ફેબ્રુઆરી ૨૦૨૩માં મહાન પી.ટી. ઉષાની ‘ઉષા સ્કૂલ ઓફ એથલેટિક્સ’ પર થઇ રહેલા ગેરકાયદે અતિક્રમણની વાત કરતા કરતા પત્રકાર પરિષદમાં ઉષા રડી પડ્યાં હતાં અને તેની એકેડેમીમાં તાલીમ લેતી બાળાઓની સુરક્ષાને ધ્યાનમાં લેવા રાજ્ય સરકારને અપીલ કરતા નજરે પડ્યા. જોવાની વાત એ છે કે તેઓ સ્વયં ભારતીય ઓલિમ્પિક મહાસંઘના પ્રમુખ છે. જો એક મહિલા પ્રમુખની પોતાની એકેડેમીની આ હાલત હોય તો ખેલાડીઓની તો વાત શું કરવી?

આ તો કેટલાંક ઉદાહરણો જોયા. પહેલા કરતાં પરિસ્થિતિમાં ઘણો ફરક પડ્યો છે. મીડિયાનું ધ્યાન મહિલા ખેલાડીઓ તરફ જાય છે, સરકાર તેમની સુવિધાઓ તરફ લક્ષ
આપે છે.

તાજેતરનાં વર્ષોમાં, રમતગમતમાં લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા માટે વધતા પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ તેમ છતાં, આર્થિક, સામાજિક-સાંસ્કૃતિક, પુરૂષ વર્ચસ્વ, જાતીય દુર્વ્યવહાર અને સતામણી, કૌટુંબિક સમર્થનનો અભાવ, અને અન્ય ઘણા મુદ્દાઓ અને અવરોધો મહિલા રમતવીરો માટે અસ્તિત્વમાં છે. બે વખતની વર્લ્ડ ચેમ્પિયન નિખત ઝરીને તેનો અનુભવ શેર કર્યો કે કેવી રીતે તેના પિતાના શબ્દો તેના માટે સૌથી મોટી ચાલક શક્તિ છે. તે જ્યારે પૂછે છે કે, “શું બોક્સિંગ માત્ર છોકરાઓ માટે જ છે?, તો પિતાએ કહ્યું, “ના, પરંતુ તેઓ બોક્સ કરતા નથી કારણ કે લોકો એવી અપેક્ષા રાખે છે કે છોકરીઓ ઘરે રહીને ઘરકામ કરે.

આરટીઆઈ ડેટા અનુસાર, ૨૦૧૦ અને ૨૦૨૦ ની વચ્ચે, સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ઇન્ડિયાને જાતીય સતામણીની ૪૫ ફરિયાદો આવી હતી, જેમાંથી ૨૯ કોચ વિરુદ્ધ હતી. આમાંની ઘણી ઘટનાઓમાં જે જાહેર કરવામાં આવી હતી, પ્રતિવાદીઓને હળવી સજાઓ મળી હતી જેમાં પગાર અથવા પેન્શનમાં દયનીય ઘટાડા માટે ફરીથી સોંપણીનો સમાવેશ થતો હતો.

ઘણા કેસો કોઈ દેખીતા નિરાકરણ વિના વર્ષોથી ચાલ્યા કર્યા છે, અને કેટલાકને ટનલના અંતે પ્રકાશ જોવાનો બાકી છે. ૨૦૧૧ માં, સરકારે ભારતમાં રમતગમત સંસ્થાઓની કામગીરીને નિયમન અને સુવ્યવસ્થિત કરવાના હેતુથી “નેશનલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ કોડ ૨૦૧૧ રજૂ કર્યો. નીતિમાં લિંગ, જાતીય સતામણી અને રમતગમતમાં મહિલાઓ માટે પ્રતિનિધિત્વ પર ભાર મૂકવાની માત્ર એક જ લાઇન હતી, જેની કોઈ વાસ્તવિક અસર નથી અને રમત સંસ્થાઓમાં નોંધપાત્ર પડકારો, જેવાકે લિંગ-આધારિત ભેદભાવ, સતામણી અથવા દુરુપયોગના મુદ્દાઓને સ્પષ્ટપણે સંબોધવામાં નિષ્ફળ રહી છે. નૈતિક અને શાસનના મુદ્દાઓ જેવા કે ભ્રષ્ટાચાર અને, દેશમાં રમતગમતની ઇકોસિસ્ટમને નુકસાન પહોંચાડનારા ગેરકાયદેસર પ્રદર્શન વધારનારાઓના ઉપયોગને કારણે, મોદી સરકારે “નેશનલ કોડ ઓફ ગુડ ગવર્નન્સ ઈન સ્પોર્ટ્સ ૨૦૧૭ બહાર પાડી, પરંતુ નીતિ ક્યારેય અપનાવવામાં આવી નહોતી, કારણકે ઘણા નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનોએ તેના અમલીકરણને રોકવાનો પ્રયાસ કર્યો
હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?