ક્રિકેટમાં કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા MS Dhoniની ફેન ફોલોઈંગ એકદમ જોરદાર છે. જોકે, માહી ફક્ત ક્રિકેટ સુધી મર્યાદિત નથી એ સિવાય તેણે અનેક કમર્શિયલ એડ કરીને પણ લોકોના દિલ પર રાજ કરે છે. આ સિવાય કેટલાક બોલીવુડ સેલેબ્સ સાથે પણ ધોનીએ કામ કર્યું છે.
આ વખતે ધોની અને બોબી દેઓલની જોડી જોવા છે અને બન્ને એક એડમાં નજરે પડશે. બોબી દેઓલ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. આ વખતે બોબીએ ધોનીનો એક રાઝ ખોલી દીધો છે. ખરેખર એમ એસ ધોનીએ બોબી દેઓલને મેસેજ કર્યો છે કે તેમની પાસે જે વીડિયો છે તે ડિલીટ કરી દે, કારણ કે એ ખુબ જ શરમજનક છે. જોકે, બોબીએ પણ કેપ્ટન કૂલની ફિરકી લેતા તરત જ આ મેસેજનો સ્ક્રીનશોટ લઈને એને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યો દીધો હતો.
બોબીએ જે સ્ક્રીનશોટ શેર કર્યો છે તેમાં એમ એસ ધોની દ્વારા મોકલવામાં આવેલો મેસેજ સ્પષ્ટપણે જોઈ શકાય છે અને આ મેસેજના રિપ્લાયમાં બોબીએ લખ્યું છે કે, ઠીક છે માહી ભાઈ, કર દુંગા ડિલીટ. પણ બન્નેની આ વતચીત એક એડના પ્રમોશન જેવી લાગી રહી છે. હૈશટેગમાં બોબીએ આ વાત લખી છે. સાથે જ કહ્યું છે કે તે તો આ વીડિયો લીક કરવાનો હતો. સારું થયું ધોનીએ તેને સમય રહેતા મેસેજ કરી દીધો. ફેન્સ આ વાતને લઈ સરપ્રાઈઝ છે કે આખરે આ કયો વીડિયો છે જે બોબી દેઓલની પાસે છે અને ધોની ભાઈ તેને ડિલીટ કરવા માટે કહી રહ્યા છે.
કેટલાક ફેન્સ તો ડિમાન્ડ કરી રહ્યા છે કે બોબી એ વીડિયો થોડી વાર માટે જ શેર કરી દે, પછી ભલે ડિલીટ કરી દે. ફેન્સ લખી રહ્યા છે કે, એવું શું છુપાવવું જે બન્ને વચ્ચે થયું છે. આખરે આ વીડિયો છે કયા વિષય પર એ તો બતાવી જ શકો છો. પણ એક્ટરે પોતાના ફેન્સને કઈ પણ અપડેટ નથી આપી. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો બોબી દેઓલ અંતિમ વખત એનિમલમાં વિલનના રોલમાં નજરે પડ્યો હતો.
સંદીપ વાંગ રેડ્ડી નિર્દેશિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરવાવાળી ફિલ્મ બની હતી. રણબીર કપૂર આમા લીડ રોલમાં નજરે પડ્યા હતા. બોબીનો આમા એક ડાંસ સ્ટેપ હતો જે બાદમાં ખુબ વાઈરલ થયો હતો. જલ્દી જ બોબી કંગુવામાં નજર આવશે. એવું કહેવાઈ રહ્યું છે કે, એક્ટર આ ફિલ્મમાં પણ વિલનના રોલમાં જ જોવા મળશે. બોબીનો ખુંખાર લુક તેના જન્મદિવસના મોકા પર ફિલ્મ મેકર્સે રિવીલ કર્યો હતો. ફેન્સ એ જોઈને ખુબ જ ખુશ થઈ ગયા હતા.