મુંબઈઃ મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આઈપીએલમાં પોતાના પ્રદર્શનથી તરખાટ મચાવવા માટે તૈયાર છે. ટીમમાં બુમરાહની હાજરીથી મુંબઈનું ઝડપી બોલિંગ આક્રમણ હંમેશા મજબૂત દેખાય છે, પરંતુ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાનું માનવું છે કે બુમરાહની બોલિંગ એક્શન તેના ખભા પર ઘણો ભાર આપે છે. આમ છતાં બુમરાહે બે મહિના લાંબી આઇપીએલ દરમિયાન તેના વિશે સાવચેત રહેવું જોઈએ, એમ મેકગ્રાએ જણાવ્યું હતું.
બુમરાહના કમબૅકથી ટીમ માટે કઈ ‘મીઠી મૂંઝવણ’ થઈ?
નોંધનીય છે કે બુમરાહ ઈજાના કારણે ગયા વર્ષે આઈપીએલની આખી સીઝનમાંથી બહાર થઇ ગયો હતો. જો કે, તેણે મેદાન પર જોરદાર વાપસી કરી અને તમામ ફોર્મેટમાં ભારતનો નંબર વન ઝડપી બોલર બન્યો હતો. બુમરાહ સારા ફોર્મમાં છે અને મુંબઈ ઈન્ડિયન્સને આશા છે કે આઈપીએલની 17મી સીઝનમાં બુમરાહ તમામ મેચ રમશે.
ગ્લેન મેકગ્રાએ કહ્યું હતું કે મને લાગે છે કે બુમરાહ જેવા બોલરો માટે બ્રેક જરૂરી છે, કારણ કે તેને દરેક બોલ ફેંકવા માટે ઘણી મહેનત કરવી પડે છે. તમે જોઈ શકો છો કે બોલિંગ કરતી વખતે તેના શરીર પર ઘણું દબાણ હોય છે.
વિરાટ અને બુમરાહ ત્રણેય ફૉર્મેટમાં નંબર-વનની રૅન્ક મેળવનાર પ્રથમ એશિયન પ્લેયર
જો બુમરાહ સતત રમવાનું ચાલુ રાખશે તો તેની બોલિંગ એક્શનની તાકાત ઓછી થઈ જશે અને તેના કારણે તે ઈજાગ્રસ્ત પણ થઈ શકે છે. આ પહેલા પણ બુમરાહ સાથે આવું બન્યું છે. બુમરાહ ઘણો અનુભવી ખેલાડી છે.
ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિશેલ સ્ટાર્ક વિશે મેકગ્રાએ કહ્યું હતું કે, મને લાગે છે કે રમતનું નાનું ફોર્મેટ સ્ટાર્ક માટે યોગ્ય છે. જ્યારે તે તેના ફોર્મમાં હોય છે ત્યારે તે હંમેશા જોખમી સાબિત થાય છે. સ્ટાર્ક બોલને ખૂબ સારી રીતે સ્વિંગ કરે છે. અગાઉ તેણે આઈપીએલમાં ન રમવાનું પસંદ કર્યું હતું અને તે અન્ય બાબતો પર ધ્યાન આપી રહ્યો હતો. આ બતાવે છે કે તે કેટલો સ્માર્ટ ખેલાડી છે.