બોલો, એક ભૂલને કારણે આ દેશની સૌથી મોટી બેંકના 332 કરોડ ડૂબી ગયા
નૈરોબીઃ તાજેતરમાં ભારતની કેન્દ્રીય બેંક દેશની બેંકો પર સાઈબર એટેકેનું જોખમ હોવાની ચેતવણી આપ્યા પછી તાજેતરમાં ઈથોપિયાની સૌથી મોટી બેંક પર સાઈબર હુમલાને કારણે કરોડો રુપિયા ડૂબી ગયા હતા. આ મુદ્દે બેંકના અધિકારીઓએ કહ્યું હતું કે સ્થાનિક પોલીસની સાથે મળીને આ રકમ પરત લાવવાનો પ્રયાસ ચાલુ છે.
ઈથોપિયાની સૌથી મોટી કમર્શિયલ બેંકમાં સૌથી મોટો સાઈબર હુમલો થયો હતો. આ એટેકમાં લોકોના અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી 332 કરોડ રુપિયા (40 મિલિયન અમેરિકન ડોલર) ગાયબ થઈ ગયા હતા.
ઇથોપિયાની સૌથી મોટી બેંક કોમર્શિયલ બેંક ઓફ ઇથોપિયામાં ટેક્નિકલ ખામીને કારણે ગ્રાહકોને તેમના ખાતામાંથી વધુ રકમ ઉપાડવાની મંજૂરી આપ્યા બાદ મોટા નાણાકીય માથાના દુખાવાનો સામનો કરી રહી છે. બેંક હવે ૪૦ મિલિયન અમેરિકન ડોલરથી વધુની વસૂલાત કરવાનો પ્રયાસ કરી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર ઇથોપિયાની કોમર્શિયલ બેંકમાં ખામીની શોધ થયા બાદ સમગ્ર ઇથોપિયામાં રોકડ મશીનો પર લાંબી લાઇનો લાગી હતી. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા શનિવારે આ તક્નીકી ખામી વિશેના સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવ્યા હતા, જેમણે મોટા ભાગના પૈસા પાછા ખેંચી લીધા હતા, એમ બેંકના અધિકારીએ જણાવ્યું હતું.
બેંકેએ જણાવ્યું નથી કે કેટલી રકમ ઉપાડવામાં આવી હતી, પરંતુ આબેએ પત્રકારોને જણાવ્યું હતું કે ખામી દરમિયાન અડધા મિલિયન વ્યવહારો કરવામાં આવ્યા હતા. આ રકમ ૨.૪ અબજ ઇથોપિયન બિર(૪૨ મિલિયન અમેરિકન ડોલર) હોવાનું એક સ્થાનિક અખબારે જણાવ્યું હતું.
ઇથોપિયાની સેન્ટ્રલ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સમસ્યા સાયબર હુમલાને બદલે નિયમિત સિસ્ટમ અપડેટ અને નિરીક્ષણને કારણે થઇ હતી. ઇથોપિયાની બેંકિંગ સિસ્ટમ કેટલાક કલાકો માટે બંધ રહી હતી. જ્યારે સમસ્યાને ઠીક કરવામાં આવી હતી ત્યારે ગ્રાહકો રોકડ ઉપાડવામાં અસમર્થ હતા.
૧૯૬૩માં સ્થાપાયેલી કોમર્શિયલ બેંક ઓફ ઇથોપિયા ૪૦ મિલિયન ગ્રાહકો સાથે દેશની સૌથી મોટી બેંક છે. આબેએ કહ્યું કે બેંક ખોવાયેલા નાણાં પરત મેળવવા પોલીસ સાથે મળીને કામ કરી રહી છે. આબેએ જણાવ્યું હતું કે બેંક એવા વિદ્યાર્થીઓ સામે ચાર્જીસ લગાવશે નહીં કે જેમણે તેમની પાસે ન હોય તેવી રોકડ ઉપાડી લીધી હતી.