આપણું ગુજરાત

સીટી એન્જિનિયર અલ્પના મિત્રા સામે કોંગ્રેસના ધગધગતા આક્ષેપ

રાજકોટ: આવાસ યોજના કૌભાંડના તપાસ સમિતિના મુખ્ય અધિકારી અલ્પના મિત્રા વિવાદના ઘેરામાં આવ્યા છે.
આવાસ યોજના કોભાંડ માં થયેલ તપાસ ના પ્રાથમિક આધારે તેમની રાજકોટ ના નાક્રરા વાડી ડમ્પીંગ સાઈટ માં બદલી થવાની નક્કી હતી પણ રાતોરાત કમિશ્નરશ્રીને ફરી થી તેમની વગદાર આવડત ના કારણે જળસંચય જેવા સારા વિભાગ માં લાવવા પડ્યા છે તેવા આક્ષેપ થઈ રહ્યા છે.


રાજકોટ મનપા મા આવાસ યોજના મા કૌભાંડ ને કોર્પોરેટરો દ્વારા અંજામ આપવા મા આવ્યો જેમાં સીટી એન્જીનીયર અલ્પના મિત્રાની સંડોવણી અથવા મીઠી નજર ને નજર અંદાજ કરવા માત્ર બદલી કરી સંતોષ માનતા કમિશ્નર સાહેબ અગાઉ પણ આજ પ્રકાર ના ગંભીર આક્ષેપો માટે 2022 મા પણ કૌભાંડ ના ભાગીદાર સમા અલ્પના મિત્રા ની બદલી કરીને છાવરવા મા આવ્યા હતા. ભાજપે કૌભાંડી કોર્પોરેટરો ને પક્ષ માંથી બરખાસ્ત કર્યા
પરંતુ કોર્પોરેટર પદ પરથી બરતરફથ કરવા કમિશ્નર સાહેબ ક્યારે પગલા લેશે તે જોવાનું રહયુ.


સીટી એન્જીનીયર અલ્પના મિત્રા ત્થા તેમની જેમ લગતા વળગતા અધિકારીઓ વિરુધ્ધ પોલીસ ફરિયાદ કરશે તે સમય બતાવશે. રાજકોટ શહેર કોંગ્રેસ અગ્રણી સંજયભાઈ લાખાણી ઉપ પ્રમુખ રાજકોટ શહેર કોંગ્રસ અને કૃષ્ણદતભાઈ રાવલ મહામંત્રી રાજકોટ શહેર કોંગ્રેસ કાયદાકીય લડત આપશે અને લોકોને સાથે રાખી ને જનજાગૃતિ દ્વારા આ મસમોટા કૌભાંડ મા સામેલ કોર્પોરેટરો અને સીટી એન્જીનીયર અલ્પના મિત્રા તથા તેમની સાથે કૌભાંડ મા સામેલ અધિકારીઓ વિરુધ્ધ લડી લેવાના મૂડમાં છે.


જો મનપા તંત્ર આવા ભ્રષ્ટ પદાધિકારી તેમનો પરિવાર અને અધિકારીઓ વિરુધ્ધ પગલા નહીં લે તો લોકશાહી નું સરેઆમ ચિર હરણ થયા જેવો ઘાટ ઘડાશે. વારંવાર રાજકોટ મહાનગર પાલિકા માં શાસક પક્ષ માં કોભંડો ને છાવરવાની નીતિ આ વખતે ભારે પડવાની છે તે નક્કી છે. આમ કોંગ્રેસ અગ્રણીઓ તંત્ર સામે આક્ષેપો કરી રહ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?