પેરિસ ઓલિમ્પિકના ઉદ્ધાટન સમારોહમાં ભાગ નહી લઇ શકે આ દેશના ખેલાડીઓ
જિનેવાઃ રશિયા અને બેલારુસના ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકના ઉદ્ધાટન સમારોહમાં પરંપરાગત પરેડમાં ભાગ લઈ શકશે નહીં. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ આ માહિતી આપી હતી.
ઓલિમ્પિક્સનો ઉદ્ધાટન સમારોહ 26 જુલાઈના રોજ યોજાશે, જેમાં હજારો ખેલાડીઓ સીન નદીથી એફિલ ટાવર તરફ જશે. જોકે સામાન્ય રીતે પરેડ સ્ટેડિયમમાં યોજાય છે.
આઇઓસીએ જણાવ્યું હતું કે રશિયા અને બેલારુસના ખેલાડીઓ નદી કિનારેથી સમારોહ નિહાળી શકશે. તેમને તટસ્થ ખેલાડીઓ તરીકે ઓલિમ્પિકમાં રમવાની મંજૂરી આપવામાં આવી છે. આ પહેલા આંતરરાષ્ટ્રીય પેરાલિમ્પિક સમિતિએ 28 ઓગસ્ટે પેરિસ પેરાલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહમાં રશિયા અને બેલારુસના ખેલાડીઓ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી.
યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે બંને દેશોને ઓલિમ્પિકમાં ટીમ ઈવેન્ટ્સમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જ્યારે વ્યક્તિગત કેટેગરીમાં ખેલાડીઓ તટસ્થ રીતે રમશે. જો કે તેઓ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમર્થન ન આપતા હોય અથવા સેના અથવા સુરક્ષા દળો સાથે સંકળાયેલા ન હોવા જોઇએ. રશિયન પાસપોર્ટ ધરાવતા 36 ખેલાડીઓ અને બેલારુસના 22 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા છે.