ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન કેમરૂન બેનક્રોફ્ટ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન કેમરૂન બેનક્રોફ્ટ બાઇક અકસ્માતનો શિકાર બન્યો છે. આ અકસ્માતમાં કેમરૂન બેનક્રોફ્ટને ગંભીર ઈજા થઈ છે. આ દુર્ઘટના પછી તે શેફિલ્ડ શિલ્ડની ફાઇનલમાં રમી શકશે નહીં. શેફિલ્ડ શીલ્ડની ફાઈનલ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને તાસ્માનિયા વચ્ચે રમાશે.
અકસ્માત બાદ કેમરૂન બૅનક્રોફ્ટ વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયન ટીમનો ભાગ પણ નહી રહે. મીડિયા અહેવાલો અનુસાર શેફિલ્ડ શિલ્ડ ફાઇનલમાં તસ્માનિયા સામે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા કેમરૂન બૅનક્રોફ્ટની ગેરહાજરીમાં એરોન હાર્ડી સાથે મેદાનમાં ઉતરી શકે છે.
કેમરૂન બૅનક્રોફ્ટે અત્યાર સુધી 10 ટેસ્ટ મેચ અને 1 ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. કેમરૂને ટેસ્ટ મેચોમાં 26.24ની એવરેજથી 446 રન કર્યા છે.
કેમરૂન બૅનક્રોફ્ટે આ સીઝનમાં શેફિલ્ડ શીલ્ડમાં સારું પ્રદર્શન કર્યું છે. આ સીઝનમાં કેમરૂને 778 રન ફટકાર્યા છે. આ સીઝનમાં તે તેની ટીમ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા માટે બીજો સૌથી વધુ રન કરનાર ખેલાડી છે.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા શેફિલ્ડ શિલ્ડ ફાઇનલમાં તાસ્માનિયા સામે તેના ઘણા મોટા ખેલાડીઓ વિના રમશે. મિશેલ માર્શ, કેમરૂન ગ્રીન, માર્કસ સ્ટોઇનિસ, એશ્ટન ટર્નર અને જ્યે રિચર્ડસન જેવા ખેલાડીઓ આઇપીએલના કારણે રમી શકશે નહીં.