આમચી મુંબઈ

મુંબઇની કંપનીઓએ રૂ. 1344 કરોડના ઈલેક્ટોરલ બોન્ડની ખરીદી કરી

મુંબઈનું યોગદાન ટકાવારી અને કંપનીની સંખ્યામાં કેટલું?

મુંબઈ: દેશના રાજકીય પક્ષોને આપવામાં આવેલા કરોડો રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડ અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાનો અભ્યાસ કરતાં એક નવી વાત સામે આવી છે. મુંબઈ મહાનગર પરિસરમાં નોંધાયેલી કંપનીઓ દ્વારા કુલ રૂ. 1344 કરોડના ઈલેક્ટોરલ બોન્ડની ખરીદી કરવામાં આવી છે. ખરીદવામાં આવેલા કુલ ઈલેક્ટોરલ બોન્ડની સરખામણીએ આ રકમ 11 ટકા જેટલી છે.

બે લાખથી કરોડોનું ડોનેશન
ઈલેક્ટોરલ બોન્ડમાં આપવામાં આવેલું ભંડોળ બે લાખથી લઈને રૂ. 410 કરોડ સુધીનું છે. બોન્ડ ખરીદનારામાં બિલ્ડરો, ફાર્મા કંપની, પેથોલોજી લેબ અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંબંધિત કંપનીઓ. ઈન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ કરનારી કંપનીઓ, ટેક્નિકલ કંપનીઓ વગેરેનો સમાવેશ થાય છે. આમાંથી અનેક કંપનીઓના હેડ ક્વાર્ટર્સ મુંબઈમાં આવેલા છે. કેટલાકના મુખ્યાલય નવી મુંબઈ અને થાણે પરિસરમાં આવેલા છે.

અનેક નાની નાની કંપની દ્વારા પણ 2019માં બોન્ડની ખરીદી કરવામાં આવી હતી અને ખાસ બાબત એ હતી કે કેટલીક કંપનીઓએ તો એક જ દિવસમાં એકઠા બોન્ડ ખરીદ્યા હોવાનું જોવા મળ્યું હતું. આવી કુલ 66 કંપનીઓ દ્વારા બોન્ડની ખરીદી કરવામાં આવી છે.

મુંબઈના ટોચના ડોનર
કંપનીનું નામ રકમ રૂ.માં
ક્વિલ સપ્લાય ચેન પ્રા. લિ. 410 કરોડ
વેદાંતા લિમિટેડ 400 કરોડ
પિરામલ ગ્રુપ 48 કરોડ
સિપ્લા 39.20 કરોડ
સ્વાલ કોર્પોરેશન 35 કરોડ
આઈઆરબી 25 કરોડ
ઈનઓર્બિટ મોલ 25 કરોડ
એલ7 હાઈટેક પ્રા. લિ. 22 કરોડ
કે. રાહેજા 21 કરોડ
બીકેસી પ્રોપર્ટીસ 20 કરોડ
રે ક્ધસ્ટ્રક્શન 17.5 કરોડ
એસ ડી કોર્પોરેશન 17 કરોડ

મહારાષ્ટ્રના અન્ય શહેરોમાંથી પણ મળ્યું ડોનેશન
રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી પણ અનેક કંપનીઓએ ઈલેક્ટોરલ બોન્ડ્સની ખરીદી કરી છે. જેમાં પુણે, નાશિક, કોલ્હાપુર જેવા સમૃદ્ધ જિલ્લાનો સમાવેશ થાય છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી રૂ. 218 કરોડના ઈલેક્ટોરલ બોન્ડની ખરીદી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યના કુલ ડોનર કંપનીઓની સંખ્યા 76 જેટલી થવા જાય છે.


દેશમાં કુલ 12,156કરોડના ઈલેક્ટોરલ બોન્ડની ખરીદી કરવામાં આવી હતી, તેમાંથી 13 ટકા બોન્ડ્સની ખરીદી ફક્ત મહારાષ્ટ્રની જ છે. આમાં વ્યક્તિગત બોન્ડની ખરીદી કરનારા અને જે કંપનીની વિગતો ઉપલબ્ધ નથી તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. વાઈન માટે પ્રખ્યાત નાશિકની કંપની સુલા વાઈન્સે 25 લાખના બોન્ડ લીધા હોવાનું જાણવા મળ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button