ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
જોડી જમાવો
A B
અંજની પુત્ર સીતા
રાઘવ શ્રી શંકર
જાનકી શ્રી રામ
પાર્થસાર થિ હનુમાન
નીલકંઠ શ્રી કૃષ્ણ
ઓળખાણ પડી?
કેરળ રાજ્યમાં સ્થિત ભગવાન અયપ્પાના જાણીતા મંદિરની ઓળખાણ પડી? અહીં રોજ લાખો લોકો દર્શન માટે આવે છે અને ૨૫ વર્ષ સુધી આ મંદિરમાં મહિલાના પ્રવેશ પર પ્રતિબંધ હતો.
અ) પદ્મનાભસ્વામી મંદિર બ) વડક્કુનાથન મંદિર
ક) સબરીમાલા મંદિર ડ) અટ્ટુકલ ભગવતી મંદિર
ગુજરાત મોરી મોરી રે
મોગલ બાદશાહો પણ જેનામાં અખૂટ શ્રદ્ધા ધરાવતા હતા એ ભદ્રકાળી મંદિર ગુજરાતના ક્યા શહેરમાં છે એ જણાવો. એ નામનો કિલ્લો પણ બાદશાહે બનાવ્યો હતો.
અ) નડિયાદ બ) રાજકોટ ક) ભરૂચ ડ) અમદાવાદ
માતૃભાષાની મહેક
શ્રાવણમાં બળેવ, જન્માષ્ટમી વગેરે તહેવાર આવે છે. આ માસ ઊતરતાં વદ તેરસ, ચૌદસ તથા અમાસ એ ત્રણ આરાવારાના દિવસ કહેવાય છે. શ્રાવણ માસની પૂનમે શ્રવણ નક્ષત્ર હોય છે તેથી આ માસનું નામ શ્રાવણ પડયું છે. આ માસમાં શંકર પ્રીત્યર્થે દરેક સોમવારે વ્રત કરાય છે. ચાતુર્માસમાં શ્રાવણ મહિનો શ્રેષ્ઠ મનાય છે. શ્રાવણ માસના સ્વામી સદાશિવ હોવાથી શિવપૂજનમાં આ માસ ઉત્તમ ગણાય છે.
ઈર્શાદ
અહિમુખ બિંદુ વિષ થયું, કેળે થયું કપૂર,
છીપે જળ મોતી થયું, સંગતના ફળ શૂર.
– લોક રચના
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ચૂં ચૂં કરતા છે ચૂવાજી, ને અધ્ધર બાંધ્યા કેડે,
આમતેમ ઝોકા ખાય, માણસ ઉપર નીચે થાય.
અ) હિંચકો બ) ચકડોળ ક) વજનકાંટો ડ) લપસણી
માઈન્ડ ગેમ
યહૂદી ધર્મ અપનાવનાર તેમજ એના અનુયાયીઓ જે ધર્મસ્થાનમાં ભક્તિભાવથી ઈશ્ર્વરની આરાધના કરે છે એ જગ્યા કયા નામથી ઓળખાય છે એ જણાવો.
અ) ચર્ચ બ) મોનેસ્ટ્રી
ક) સિનેગોગ ડ) પેગોડા
ગયા સોમવારના જવાબ
ખોડિયાર માતા મંદિર રાજપરા, ભાવનગર
હરિસિદ્ધિ માતા મંદિર રાજપીપળા
ખોડલધામ મંદિર જેતપુર તાલુકો
શંખેશ્ર્વર તીર્થ પાટણ જિલ્લો
દેવની મોરી બૌદ્ધ શિલ્પો અરવલ્લી જિલ્લો
ગુજરાત મોરી મોરી, રે
સમ્રાટ અશોક
ઓળખાણ પડી?
ભાવનગર
માઈન્ડ ગેમ
સતાધાર
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ઢીંગલી
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
૧). સુભાષ મોમાયા ૨). કિશોરકુમાર જીવણદાસ વેદ ૩). મુલરાજ કપૂર ૪). તાહેર ઔરંગાબાદવાલા ૫). શીરીન ઔરંગાબાદવાલા ૬). અબદુલ્લા એફ. મુનીમ ૭). નીતા દેસાઇ ૮). શ્રદ્ધા આસર ૯). ખૂશરુ કાપડિયા ૧૦). મીનળ કાપડિયા ૧૧). ભારતી બૂચ ૧૨). ડૉ. પ્રકાશ કટકિયા ૧૩). ભારતી પ્રકાશ કટકિયા ૧૪). પુષ્પા પટેલ ૧૫). પ્રવીણ વોરા ૧૬). લજિતા ખોના ૧૭). મહેન્દ્ર લોઢાવિયા ૧૮). જ્યોતિ ખાંડવાલા ૧૯). મહેશ દોશી ૨૦). મનીષા શેઠ ૨૧). ફાલ્ગુની શેઠ ૨૨). હર્ષા મહેતા ૨૩). રજનિકાન્ત પટવા ૨૪). સુનિતા પટવા ૨૫). ભાવના કર્વે ૨૬). કલ્પના આસર ૨૭). અરવિંદ કામદાર ૨૮). દેવેન્દ્ર સંપટ ૨૯). વણા સંપટ ૩૦). અનુજા ટોલિયા ૩૧). પુષ્પા ખોના ૩૨). વિજય ગોરડિયા ૩૩). સુરેખા દેસાઇ ૩૪). હીનાબેન દલાલ ૩૫). રમેશ દલાલ ૩૬). ઇનાક્ષીબેન દલાલ ૩૭) જ્યોત્સના ગાંધી ૩૮). દિલિપ ગાંધી ૩૯). ગિરીશ બાબુભાઇ મિસ્ત્રી ૪૦). રસિક જૂથાણી (ટોરેન્ટો, કેનેડા), ૪૧). નીતીન બજારિયા